પંચમહાલ/ સરકારનું “સૌ કોઈ ભણે સૌ કોઈ આગળ વધે” આ સૂત્રને સાર્થક કરવા માટે બનાવવામાં આવેલ નંદ ઘરો તબેલામાં ફેરવાયા.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગ્રામ પંચાયતમાં આવેલ નંદ ઘર સુરેલી-૨માં બાળકોના બદલે ભેંસોને ભણાવવમાં આવે

Gujarat Others
Untitled 272 સરકારનું "સૌ કોઈ ભણે સૌ કોઈ આગળ વધે" આ સૂત્રને સાર્થક કરવા માટે બનાવવામાં આવેલ નંદ ઘરો તબેલામાં ફેરવાયા.

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગ્રામ પંચાયતમાં આવેલ નંદ ઘર સુરેલી-૨માં બાળકોના બદલે ભેંસોને ભણાવવમાં આવે તેમ લાગી રહ્યું છે કેમ કે આ નંદ ઘરમાં બાળકોને ભણાવવાના બદલે ભેંસો બાંધવાનો તબેલો બનાવી દીધો હોવાનું જોવા મળી આવ્યું હતુ ત્યારે શું ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ આ નંદ ઘરમાં કોઈપણ જાતની સાફ- સફાઈ કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી આવી હતી.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગ્રામ પંચાયતમાં આવેલ નંદ ઘરમાં ગંદકીનું સામ્રાજય ખૂબ મોટા પ્રમાણ જોવા મળી આવ્યું અને આ નંદન ઘરમાં બાળકોને ભણાવવાને બદલે ભેંસોને બાંધવામાં આવતી હોય એવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા ત્યારે શું આ નંદ ઘરમાં બાળકોને ભણાવવાને બદલે હાલ તો ભેંસોને ભણાવવમાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે.ત્યારે આ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીને આ દ્રશ્યો નજરે પડતા નહીં હોય કે પછી આંખ આડા કાન કરતા હશે તેમજ આ નંદન ઘરોમાં સાફ-સફાઈ કરવામાં ન આવતા હાલ તો આ નંદ ઘરમાં જંગલી વનસ્પતિ થી ઢંકાઈ ગયું છે. અને સરકારના સ્વચ્છતા અભિયાનની ફાળવવામાં આવતી ગ્રાન્ટ ખાલીને ખાલી કાગળ ઉપર બતાવીને પોતાના ખિસ્સામાં સેરવતા હોય તેવું લાગી રહ્યું છે.અને આ નંદ ઘરમાં બાળકોની જગ્યાએ હાલ તો ભેંસો જ બાંધવામાં આવી રહી છે ત્યારે આવનાર સમયમાં બાળકોને ભણાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે કે કેમ? તેવા અન્ય તર્ક-વિતર્કના સવાલો ગ્રામજનોમાં ચર્ચામાં જોવા મળી આવ્યા હતા.