Not Set/ બાવળા: પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી સુરેન્દ્રનગરથી પકડાયો

અમદાવાદ જિલ્લાના બાવળામાં ગઈકાલે એક પ્રેમીએ પ્રેમિકાની રસ્તા પર જ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યારા પ્રેમી કેતન વાઘેલાની ધરપકડ કરી છે.પોલીસ હજુ બીજા આરોપીઓને શોધી રહી છે. કેતન તેની પ્રેમિકા મિત્તલ જાદવને જાહેરમાં છરીનાં ઘા મારીને ફરાર થઇ ગયો હતો. બાદમાં મિત્તલને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તેની […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2019 05 10 at 08.52.22 બાવળા: પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી સુરેન્દ્રનગરથી પકડાયો

અમદાવાદ જિલ્લાના બાવળામાં ગઈકાલે એક પ્રેમીએ પ્રેમિકાની રસ્તા પર જ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યારા પ્રેમી કેતન વાઘેલાની ધરપકડ કરી છે.પોલીસ હજુ બીજા આરોપીઓને શોધી રહી છે.

કેતન તેની પ્રેમિકા મિત્તલ જાદવને જાહેરમાં છરીનાં ઘા મારીને ફરાર થઇ ગયો હતો. બાદમાં મિત્તલને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તેની હાલત નાજૂક હોવાથી તેને વી.એસ.હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને સારવાર દરમ્યાન તેનું મોત થઇ ગયું છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી કેતન વાઘેલાને સુરેન્દ્રનગરથી પકડી પાડ્યો છે.પોલીસે આરોપીઓને પકડવા પાંચ ટીમો બનાવી હતી.

મૃતક યુવતીના થોડા દિવસ પછી લગ્ન થવાના હતા અને કેતન વાઘેલા નામના તેના પ્રેમીએ મળવા માટે બોલાવી હતી પરંતુ યુવતી આવી ન હતી. છેવટે કેતને લગ્નની ખરીદી કરવા ગયેલી યુવતીને શોધીને છરીના ઘા કર્યા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થઇ ગયું છે. પરિવારે બધા આરોપીઓ ન પકડાય ત્યાં સુધી યુવતીની લાશ લેવાનો ઇનકાર કરતા મામલો વધુ ગરમાયો છે.

trp 9 બાવળા: પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી સુરેન્દ્રનગરથી પકડાયો

નોંધનિય છે કે ત્રણ શખ્સોએ યુવતીને બાઇક પર બેસાડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેની હત્યાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે હાલ યુવતીના મૃતદેહને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે જ્યાં પરિવારજનોએ મૃતહેદને સ્વીકરવાનો ઈનકાર કર્યો છે.

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા બાવળામાં સ્થિતિ તંગ બની હતી.