Election/ સુરતીઓનો મિજાજ બદલાયો, કોંગેસના સૂપડા સાફ, 25 વર્ષ બાદ સુરતમાં કૉંગેસની સીટ શુન્ય

સુરતીઓનો કામકાજ બીજા શહેરના લોકો કરતા કંઈક જુદું જ જોવા મળતું હોય છે. રોજબરોજના ધંધા વેપારના કાર્યો હોય કે પછી રાજનીતિના પ્રશ્નો હોય તમામ વિષયોમાં સુરતીઓની વિચારણા ધારા સચોટ અને સ્પષ્ટ હોતી હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સુરતીઓ ચર્ચાના વિષય બની ગયા છે. કારણકે કૉંગેસને સુરત શહેરમાં એક પણ સીટ ન […]

Gujarat Surat Gujarat Assembly Election 2022
અલ્પેશ 28 સુરતીઓનો મિજાજ બદલાયો, કોંગેસના સૂપડા સાફ, 25 વર્ષ બાદ સુરતમાં કૉંગેસની સીટ શુન્ય

સુરતીઓનો કામકાજ બીજા શહેરના લોકો કરતા કંઈક જુદું જ જોવા મળતું હોય છે. રોજબરોજના ધંધા વેપારના કાર્યો હોય કે પછી રાજનીતિના પ્રશ્નો હોય તમામ વિષયોમાં સુરતીઓની વિચારણા ધારા સચોટ અને સ્પષ્ટ હોતી હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સુરતીઓ ચર્ચાના વિષય બની ગયા છે. કારણકે કૉંગેસને સુરત શહેરમાં એક પણ સીટ ન મળતા કૉંગેસને ખુબજ મોટો ફટકો પડયો છે. 26 વર્ષ બાદ સુરતમાં ફરી એક વાર કોંગ્રેસને એક પણ ટિકિટ ન મળવાની વિગતો સામને આવી છે. જે ખુબજ ચોંકાવનારી છે.સુરતીઓએ પરિણામોમાં ઉથલપાથલ કરી દઈને પોતાનો મિજાજ ખુલ્લો મૂકી દીધો છે કે હવે તેમને કૉંગેસ પક્ષમાં કોઈ રસ જ રહ્યો નથી. અકળાઈ ગયેલી સુરતી પ્રજાએ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ફરી ભાજપ 93 બેઠક જીતીને સત્તા પર આવ્યો છે, પરંતુ આ ચૂંટણીનાં પરિણામોમાં સૌથી ચોંકાવનારું પરિબળ કોંગ્રેસનો કરુણ રકાસ અને આમ આદમી પાર્ટીને મળેલી 27 બેઠકો છે. આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીતસર નામું નાંખી દીધું છે અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી છે. અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મ્યુનિ. ચૂંટણીમાં થઈ હતી, જ્યારે બાબરી મસ્જિદના જવરને પગલે કોંગ્રેસને 99માંથી એકેય બેઠક મળી નહોતી. એ ચૂંટણીમાં ભાજપનો 98 બેઠક પર વિજય થયો હતો અને બાકીની એક બેઠક પણ અપક્ષના ફાળે ગઈ હતી.