mongla/ ભારત બાંગ્લાદેશના બંદરોથી પૂર્વોત્તર રાજ્યોમાં સામાન મોકલશે, પહેલું જહાજ મોંગલા પહોંચ્યું

ભારતે બાંગ્લાદેશના બંદરોનો ઉપયોગ કરીને તેના પૂર્વોત્તર રાજ્યોમાં સામાન મોકલવાનું શરૂ કર્યું છે. ભારતે મંગળવારે બે મુખ્ય બંદરોનો ઉપયોગ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં માલસામાનની ટ્રાન્સ-શિપમેન્ટ માટે ટ્રાયલ રન શરૂ કર્યો.

Top Stories India
bangladesh

ભારતે બાંગ્લાદેશના બંદરોનો ઉપયોગ કરીને તેના પૂર્વોત્તર રાજ્યોમાં સામાન મોકલવાનું શરૂ કર્યું છે. ભારતે મંગળવારે બે મુખ્ય બંદરોનો ઉપયોગ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં માલસામાનની ટ્રાન્સ-શિપમેન્ટ માટે ટ્રાયલ રન શરૂ કર્યો. દ્વિપક્ષીય કરાર હેઠળ, આ સામાન ભારતના ઉત્તરપૂર્વ પ્રદેશમાં માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવશે. અગાઉ સોમવારે, કાર્ગો સાથેનું પ્રથમ ભારતીય જહાજ બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ મોંગલા સમુદ્ર બંદર પર પહોંચ્યું હતું.

આ ટ્રાયલ રન શરૂઆતમાં જુલાઈમાં સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા, પરંતુ બાંગ્લાદેશી સત્તાવાળાઓને કસ્ટમ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સમય લાગ્યો હતો, જેના કારણે તે ઓગસ્ટમાં શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતની મુલાકાતે આવવાના છે.

મોંગલા પોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, એમવી રિશાદ રેહાન કોલકાતા બંદરથી ટ્રાયલ રન પર અહીં પહોંચ્યો હતો. ચાર વર્ષ પહેલા થયેલા દ્વિપક્ષીય કરાર હેઠળ આ જહાજ ‘ટ્રાન્સશિપમેન્ટ’ હેઠળ આવ્યું છે. આ અંતર્ગત બાંગ્લાદેશના મુખ્ય પૂર્વોત્તર ચિત્તાગોંગ દરિયાઈ બંદર અને મોંગલા બંદરનો ઉપયોગ ભારત અને અન્યત્રથી માલસામાન લાવવા માટે થવાનો છે.

મોંગલા પોર્ટ ઓથોરિટીના ચેરમેન રિયર એડમિરલ મોહમ્મદ મુસાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “એમવી રિશાદ રેહાન એ પહેલું ભારતીય જહાજ છે જે કાર્ગો સાથે અમારા બંદર પર પહોંચ્યું છે. આ સામાન ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં રોડ માર્ગે લઈ જવાનો છે.” વહાણમાં 16,380 ટન લોખંડની પાઈપો અને 8.5 ટન ‘પ્રીફોમ’ હતું. ઢાકામાં ભારતીય હાઈ કમિશનના અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું હતું.

અગાઉ, ગયા મહિને ચિત્તાગોંગ બંદરે જ્યાં ભારતીય માલનો ભાર આવી પહોંચ્યો હતો. જે બાદમાં ભારતમાં ત્રિપુરા અને આસામમાં લઈ જવામાં આવી હતી. બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે કસ્ટમ અધિકારીઓ અને દેશની સુરક્ષા એજન્સીઓને કન્ટેનરને સુરક્ષિત રીતે ભારતીય સરહદ સુધી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બંને દેશોએ 2015માં પ્રારંભિક ‘ટ્રાન્સશિપમેન્ટ’ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેના પગલે 2018માં વિગતવાર સમજૂતી થઈ હતી અને ત્યારબાદ બાંગ્લાદેશ અને ભારતીય સત્તાવાળાઓએ તેના અમલીકરણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી હતી.

આ પણ વાંચો:ચીનમાં મળ્યો Zoonotic Langya વાયરસ, અત્યાર સુધીમાં 35 લોકો મળ્યા સંક્રમિત