રાહત/ એફઆઇઆર મામલે શ્વેતા તિવારીને કોર્ટથી મળી રાહત ? એનઓસી મુદ્દે અભિનવની નકલી સહી કરી

શ્વેતા તિવારી તાજેતરમાં જ ‘ખતરો કે ખિલાડી’ના શૂટિંગથી પરત ફરી છે. આ સાથે જ આ પછી તેની પર્સનલ લાઇફ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે

Entertainment
shweta એફઆઇઆર મામલે શ્વેતા તિવારીને કોર્ટથી મળી રાહત ? એનઓસી મુદ્દે અભિનવની નકલી સહી કરી

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલી વચ્ચેનો વિવાદ દરરોજ સમાચાર આવતા જ હોય છે તાજેતરમાં જ જ્યારે શ્વેતા ‘ખતરોં ખિલાડી’ શોના શૂટિંગ માટે કેપટાઉન ગઈ હતી ત્યારે અભિનવના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા હતા.  ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે શ્વેતાએ કોર્ટના આદેશની વિરુદ્ધ દેશની બહાર ગઇ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો,શ્વેતા સામે એફઆઈઆર પણ નોંધાઈ હતી. હવે આ મામલે નવો અહેવાલ સામે આવ્યો છે  જે મુજબ શ્વેતાને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.

શ્વેતા તિવારી તાજેતરમાં જ ‘ખતરો કે ખિલાડી’ના શૂટિંગથી પરત ફરી છે. આ સાથે જ આ પછી તેની પર્સનલ લાઇફ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. એક સ્પોટબોય અહેવાલમાં જણાવ્યા અનુસાર, શ્વેતા તિવારી સામે વર્ષ 2017 ના આક્ષેપ અંગે એફઆઈઆર નોંધાઈ હતી. આ અહેવાલમાં, સ્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘તે સાચું છે કે 2021 માં એફઆઈઆર નોંધાઈ હતી જે 2017 માં થયેલા ગુના વિશે હતી. જે અભિનવની બનાવટી એનઓસી વિશે હતી જેમાં તેના સગીર દીકરાને યુકે મુસાફરી કરવાની છૂટ મળી હતી. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે અભિનવ મુજબ શ્વેતાએ એનઓસી પર પોતાની સહી કરી હતી. જે એકદમ વિચિત્ર છે કારણ કે અભિનવ આ વર્ષે આગળ આવ્યો હતો અને બીજી એનઓસી આપી હતી, જે પુત્રને તે જ દેશમાં મુસાફરી કરવા વિઝા અંગે હતી.

આ અહેવાલ મુજબ,  સ્રોત દ્વારા શ્વેતાએ 2017 માં કપટપૂર્વક કાર્યવાહી કરી હતી, તો અભિનવ એફઆઈઆર નોંધાવવા માટે કેમ 2021 સુધી રાહ જોઇ ?  સેશન્સ કોર્ટે એફઆઈઆર કેસમાં શ્વેતાને જામીન આપી દીધા હતા. તે જ સમયે, શ્વેતા અને અભિનવ વચ્ચે વિવાદ છે. મે મહિનામાં શ્વેતાએ અભિનવનો એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે શ્વેતાના ખોળેથી રેયાશને છીનવી રહ્યો હતો.