Viral Video/ સારા અલી ખાને સલમાન ખાનને કહ્યું ‘અંકલ’, અભિનેતા થયો ગુસ્સે અને પછી…

આઈફા એવોર્ડ 2022 શનિવારે રાત્રે 8 વાગ્યે કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ થશે. ચેનલે એક નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં સારા અલી ખાન અને સલમાન ખાન મસ્તી કરતા જોવા મળે છે

Trending Entertainment
10 28 સારા અલી ખાને સલમાન ખાનને કહ્યું 'અંકલ', અભિનેતા થયો ગુસ્સે અને પછી...

આઈફા એવોર્ડ 2022 શનિવારે રાત્રે 8 વાગ્યે કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ થશે. ચેનલે એક નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં સારા અલી ખાન અને સલમાન ખાન મસ્તી કરતા જોવા મળે છે. સારા અલી ખાન સલમાન ખાનને ‘અંકલ’ કહીને બોલાવે છે, જેના પછી અભિનેતા ગુસ્સે થઈ જાય છે, પરંતુ તેણે વીડિયોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી નથી. આ વીડિયોમાં સારા પણ સલમાન ખાનની ઠેકડી ઉડાવે છે.

વિડિયોના અંતે બંનેને સલમાન ખાનની ફિલ્મ ‘જુડવા’ (1997) ના ‘તન તના ટન ટન ટન ટન તારા’ પર હૂક સ્ટેપ્સ કરતા જોઈ શકાય છે. નોંધનીય છે કે અબુધાબીમાં યોજાયેલી આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. વિકી કૌશલ, શાહિદ કપૂર, અનન્યા પાંડે, સાન્યા મલ્હોત્રા સહિત સુનીલ શેટ્ટી આ ઇવેન્ટનો ભાગ હતા.

વીડિયોની શરૂઆતમાં સારા અલી ખાન સલમાન ખાનને કહે છે કે તે કેટલીક બ્રાન્ડ લોન્ચ કરવા માંગે છે, અને તે પણ સલમાન અંકલ સાથે. તેના પર સલમાન કહે છે કે હવે તારી ફિલ્મ ગઇ. સારા આ સાંભળીને થોડી ઉદાસ થઈ જાય છે અને કહે છે કે મારી ફિલ્મ કેમ ગઈ? આના પર સલમાન કહે છે કે તમે મને બધાની સામે અંકલ કહીને બોલાવ્યો માટે, જેના માટે સારા કહે છે કે તમે જ કહ્યું હતું કે મને અંકલ કહો આ પછી બંને ગીત પર ડાન્સ કરવા લાગે છે.

https://www.instagram.com/reel/CfL80-VDRpz/?utm_source=ig_web_copy_link

આ વીડિયો ફેન્સમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક ચાહકે ટિપ્પણી કરી, ‘બંને સાથે મળીને હંમેશા સ્ટેજ પર જાદુ સર્જે છે.’ અન્ય એક ફેને લખ્યું, ‘સારાએ સલમાનને ગુસ્સે કરી દીધો. હા હા…’ હવે એ કહેવું મુશ્કેલ છે કે બંને વચ્ચે બરાબર શું થયું, પરંતુ તમે જે પણ કહો, આ વીડિયો જોવામાં ખૂબ જ મજેદાર લાગે છે. 25 જૂને પ્રસારિત થનારા આ શોમાં ખબર પડશે કે કોને કયો એવોર્ડ મળ્યો છે. આ શોને સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પોલ સંયુક્ત રીતે હોસ્ટ કરી રહ્યા છે. અભિષેક બચ્ચન, અનન્યા પાંડે, સારા અલી ખાન, નોરા ફતેહીનું ડાન્સ પરફોર્મન્સ આ વખતે ધૂમ મચાવશે.