urfi javed/ ઉર્ફી જાવેદે ક્યારેક ઓશીકામાંથી તો ક્યારેક ઢીંગલીમાંથી બનાવ્યો ડ્રેસ, અલગ જ વિચિત્ર પ્રકારનો લુક જોઈને લોકો થઈ ગયા પરેશાન

આ વખતે ઉર્ફી જાવેદ તકિયાથી બનેલો આઉટફિટ પહેરીને જોવા મળી હતી. પાપારાઝીએ ઉર્ફીને પોઝ આપવાનું કહ્યું કે તરત જ તે ખૂબ જ ખુશ દેખાવા લાગી હતી.

Trending Entertainment Videos
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 02 06T193123.115 ઉર્ફી જાવેદે ક્યારેક ઓશીકામાંથી તો ક્યારેક ઢીંગલીમાંથી બનાવ્યો ડ્રેસ, અલગ જ વિચિત્ર પ્રકારનો લુક જોઈને લોકો થઈ ગયા પરેશાન

ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લુક જોઈને તમે આશ્ચર્યયચકિત થઈ જશો. આ વખતે તેના અદભૂત ફેશન સ્ટાઈલનું સ્તર વધ્યું છે. વળી, ઉર્ફી આ વિચિત્ર ડ્રેસ પહેરીને મુંબઈના રસ્તાઓ પર ફરતા જોવા મળી રહી છે. આ વખતે ઉર્ફી જાવેદે એક ખાસ વસ્તુથી તેના કપડાં બનાવ્યા છે. તેણે કહ્યું કે તે એક ખાસ વિષય પર જાગૃતિ ફેલાવાનુ્ં કામ કરી રહી છે. ઉર્ફીનો આ ડ્રેસ જોઈને બધા આશ્ચર્યયચકિત રહી ગયા હતા. વાસ્તવમાં, આ વખતે ઉર્ફી તકિયાથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં ઉર્ફીને બ્લૂ કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં જોઈ શકો છો. આ ડ્રેસમાં આગળના ભાગમાં સફેદ રંગના બે ગાદલા છે. ઉર્ફીનો તકિયા આઉટફિટ જોઈને લોકો હસવા લાગ્યા હતા .

આ વખતે ઉર્ફી જાવેદ તકિયાથી બનેલો આઉટફિટ પહેરીને જોવા મળી હતી. પાપારાઝીએ ઉર્ફીને પોઝ આપવાનું કહ્યું કે તરત જ તે ખૂબ જ ખુશ દેખાવા લાગી હતી. લોકોએ ઉર્ફીના આ લુક સાથે જોડાયેલી પ્રેરણા વિશે પણ માહિતી માંગી હતી. આ સવાલ પર, ફેશન દિવાએ જવાબ આપ્યો કે ‘હું જાગૃતિ ફેલાવી રહી છું કે જે વધુ પડતુ ઊંઘે છે તેના માટે આ શ્રેષ્ઠ આઉટફિટ છે, જો તમને ઊંઘ આવતી હોય તો તમારે તકિયાનો ડ્રેસ પહેરીને જ્યાં મન થાય ત્યાં સૂઈ જવું જોઈએ.’ ખરેખર, ઉર્ફીના આ ડાયલોગ હતા. પૂનમ પાંડેના કેન્સર અવેરનેસ સ્ટંટ પર કટાક્ષ જેવો જ હતો. આ પહેલા પણ ઉર્ફીએ એક ફોટો શેર કરીને પૂનમ પાંડે પર કટાક્ષ કરતા જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ સિવાય ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર વધુ એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં પ્લાસ્ટિકના દિવા ઢીંગલીઓથી બનેલો સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફીનો આ આઉટફિટ ફની કરતાં વધુ ભયાનક અને ડરામણો લાગે છે. ફેન્સ દિવાને લઈને તેની ફેશન પસંદગી માટે ટ્રોલ કરી રહ્યા છે.

ઉર્ફીના ઓશીકાના ડ્રેસ પર યુઝર્સે ફની કોમેન્ટ કરી અને કહ્યું, આ ઓશીકું પણ કેવું રડતું હશે, ક્યાં ફસાઈ ગયું? કેટલાક લોકોએ ઉર્ફી જાવેદને પૂનમ પાંડેના સ્ટંટ પર તેની કોમેન્ટ આપવાનું પણ કહ્યું હતું. ઉર્ફી અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના કપડા માટે ટ્રોલ થતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ