Not Set/ છોટાઉદેપુર : ગામમાં કરોડોનાં ખર્ચે શોપિંગ સેન્ટર ઉભુ થાય, સફાઈ ન થાય, આંખ આડા કાન રાખતુ તંત્ર

ગંદકી અને ખરાબ રસ્તાથી કંટાળેલા છોટાઉદેપુરનાં બોડેલીનાં અલીખેરવા ગામનાં લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ દ્રારા કરોડોનાં ખર્ચે શોપિંગ સેન્ટર બનાવામાં આવ્યુ છે. ત્યારે ગામમાં ચારો તરફ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે ગામનાં લોકોએ ગંદકીને લઈને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતા લોકોની રજૂઆતને ધ્યાનમાં ન લેતા રોષ ફેલાયો હતો. છોટાઉદેપુર જિલ્લાનાં […]

Gujarat Others
chhotaudepur છોટાઉદેપુર : ગામમાં કરોડોનાં ખર્ચે શોપિંગ સેન્ટર ઉભુ થાય, સફાઈ ન થાય, આંખ આડા કાન રાખતુ તંત્ર

ગંદકી અને ખરાબ રસ્તાથી કંટાળેલા છોટાઉદેપુરનાં બોડેલીનાં અલીખેરવા ગામનાં લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ દ્રારા કરોડોનાં ખર્ચે શોપિંગ સેન્ટર બનાવામાં આવ્યુ છે. ત્યારે ગામમાં ચારો તરફ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે ગામનાં લોકોએ ગંદકીને લઈને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતા લોકોની રજૂઆતને ધ્યાનમાં ન લેતા રોષ ફેલાયો હતો.

છોટાઉદેપુર જિલ્લાનાં અલીખેરવા ગામનાં સરપંચ કંચનબેન પટેલ પોતાની માલિકીનુ શોપિંગ સેંટર બનાવી રહ્યા છે. જે શોપિંગ સેન્ટરમાં કરોડોનો ખર્ચો થયો છે. ત્યારે ગામમાં એક તરફ ગંદકીએ માંજા મૂક્યા છે. ચારો તરફ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે ગામનાં લોકોએ ગંદકીને લઈને સરપંચને વારંવાર રજૂઆત કરી છે. લોકોની રજૂઆતને ધ્યાનમાં ન લેતા રોષ ફેલાયો હતો. ત્યારે શોપિંગ સેંટર માટે રસ્તાનું કામ અટકાવી લોકોએ વિરોધ કર્યો હતો. અલીખેરવા ગામનાં સરપંચ કંચન પટેલનાં પોતાની માલિકીનાં બની રહેલ શોપિંગ સેંટર પાસે સરકારી ખર્ચે બની  રહેલા રોડ ને અટકાવી સોસાઇટીનાં રહીસોએ વિરોધ નોધાવ્યો. અને પંચાયત ઓફિસ પર પહોચી રોડ રસ્તાની માગ સાથે ગંદકી દૂર કરવાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો.

છોટાઉદેપુર  જિલ્લાનાં મુખ્ય મથક બોડેલીને અડીને આવેલા અલીખેરવા ગામનાં લોકો ગંદકી અને રોડ રસ્તાથી વંચીત ભલે રહતા હોય પણ ગામનાં સરપંચ સરકારી સુવિધાનો લાભ લેવામાં પાછળ નથી. પોતાની માંલિકીનું બની રહેલ શોપિંગ સેંટર માટે રસ્તો સરપંચ સરકારી ખર્ચે બનાવતા હોય ત્યારે લોકોએ તેને અટકાવી દઈ વિરોધ કર્યો અને પંચાયત ઓફિસે પહોચી ગયા હતા. ગામમાં એક તરફ ગંદકીએ માંજા મૂકી છે. ચારો તરફ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. લોકો રોગ ચાળામાં સપડાઇ રહ્યા છે. લોકો ની  વારંવારની રજૂઆત  ધ્યાને લેવાની ફુરસત સરપંચ પાસે નથી. એટલે સુધી કે  પંચાયત ઓફિસ બહાર જ ગંદકી કરી રહેલા ઢોરોને દૂર કરવાનો પણ સમય સરપંચ પાસે  નથી.

હવે જ્યારે સરકારી ખર્ચે બની રહેલા આલીશાન શોપિંગ સેંટરની બહારની બાજુ રોડ સરપંચ બનાવી રહ્યા હોય. ત્યારે લોકોએ ભેગા થઈ જબરદસ્ત વિરોધ દર્શાવવાનો મોકો ચૂક્યા નહી અને કામ બંધ કરાવી દીધું હતુ.        જોકે રહીશો આટલેથી અટક્યાં નહી. ગામની મહિલાઓ સહિત સ્થાનિક લોકો પંચાયત ઓફિસે પહોચી ગામ લોકો માટે પહેલા  રોડ રસ્તા બનાવે  વિસ્તારની ગંદકી દૂર કરે તેવી રજૂઆત કરી હતી પણ લોકોનો મિજાજ પારખી જતાં સરપંચ કે તલાટી પંચાયત ઓફિસ ફરક્યાં જ નહી પણ મહિલાઓએ જ્યાં શુધી સરપંચ કે તલાટી ન આવે ત્યાં સુધી હટીએ નહી તેવા નિર્ધાર સાથે પંચાયતનાં ઓટલે જ અડિંગો જમાવી દીધો અને છેલ્લે સરપંચ ને પંચાયત ઓફિસે આવી લોકો ની માગ સંતોસ્વી પડી હતી.

સરપંચે લોકોની વાતને વ્યાજબી ન ગણાવી. પંચાયતનાં કામ ચાલે ત્યારે આવા પ્રશ્નો તો ઉદભવે જોકે સરપંચે પણ કબૂલ્યું કે આખા ગામની ગંદકી એક જગ્યાએ ભેગી થાય છે. જેની સફાઈ કરવાની જબવાબદારી ગામના લોકોએ સ્વીકારી છે. તેમની જે માંગ હતી તે સંતોષી છે. રહીશોએ વિરોધનું સત્ર ઉગામી સરપંચની શાન તો ઠેકાણે લાવી હવે જોવાનું એ રહે છે કે સરપંચે આપેલા વચનનું કેટલું પાલન થાય છે. શું તેમણે કરેલ રોડની માંગ સંતોષાય છે તેમણે ગંદકી દૂર કરવાની માંગ કરી તે સંતોષાય છે તે તો આગમી સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.