Not Set/ ગ્વાલિયરમાં ઓટો રીક્ષા અને બસની ટક્કરમાં 13 લોકોનાં મોત, 12 મહિલા સામેલ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મંગળવારે સવારે ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરના મુરાર વિસ્તારમાં બસ અને ઓટો રિક્ષા વચ્ચે ટકરાઈ થઇ હતી.

Top Stories India
Am 21 ગ્વાલિયરમાં ઓટો રીક્ષા અને બસની ટક્કરમાં 13 લોકોનાં મોત, 12 મહિલા સામેલ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મંગળવારે સવારે ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરના મુરાર વિસ્તારમાં બસ અને ઓટો રિક્ષા વચ્ચે ટકરાઈ થઇ હતી. આ ટક્કરમાં 12 મહિલાઓ ઓટો સહિત રિક્ષાના ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાઓ આંગણવાડી માટે ભોજન બનાવતી હતી. તમામે પોતાનું કામ પૂરું કરી બે ઓટો રિક્ષાથી ઘરે પરત ફરી રહ્યા હતા, પરંતુ એક ઓટો રસ્તામાં બગડી હતી જે બાદ તમામ મહિલાઓ એક જ રિક્ષામાં બેથી હતી.

ઓટો રિક્ષા જેવી થોડી જ આગળ ચાલી હશે કે બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. એસપી અમિત સંઘીએ અકસ્માતમાં 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

આ અકસ્માત આનંદપુરમ ટ્રેસ્ટ સામે બન્યો હતો, ઓટો રિક્ષા ગ્વાલિયરથી જઇ રહી હતી અને બસ મુરારથી આવી રહી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ રસ્તામાં ચક્કાજામ પણ કર્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે જ્યાં તેમના પરિવારજનો ઉમટી પડ્યા છે.