Not Set/ રેમડેસિવિરની અછતની અસલ હકીકત, હોસ્પિટલોની માંગ કરતાં તંત્રએ ઓછા ઇન્જેક્શન આપ્યા

દર્દીઓ માટે આવશ્યક એવા આ ઇન્જેક્શનો માટે એવો ના પરિજનો આખો દિવસ એક એક ઇન્જેક્શન માટે કતારો લગાવી ભૂખ્યા-તરસ્યા ઉભા રહેતા હતા.

Top Stories Surat Trending
remdesivir injection
  • રેમડેસિવિર ની અછતની અસલ હકીકત આવી સામે
  • હોસ્પિટલોની માંગ કરતાં તંત્ર એ ઓછા ઇન્જેક્શન આપ્યા હોવાનો થયો ઘટસ્ફોટ
  • હોસ્પિટલો એ ૮૩ હજારથી વધુ માંગ્યા હતા ત્યારે મળ્યા હતા ૫૦ હજાર જેટલા
  • માત્ર ૨૨ દિવસમાં જરૂરિયાત કરતા ૩૨,૮૮૪ ઇન્જેક્શનો ઓછા ફાળવાયા
  • સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં થયો ખુલાસો.

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું હતું. કોરોના સંક્રમણના ભોગ બનેલા અને હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો માટે રીતસરના આજીજી કરવા સાથે આમતેમ દોડી રહ્યા હતા આ અત્યંત બિહામણા દ્રશ્યો બાદ હવે બીજા તબક્કાની કોરોના મહામારી દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનના મુદ્દે સહકારી આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસી વિપક્ષ નેતા દર્શન નાયક દ્વારા શહેરમાં સર્જાયેલા ઇન્જેક્શન ઓની અછતના મુદ્દે ઘટસ્ફોટ કરવામાં આવતા ચકચાર મચી છે.

સહકારી આગેવાન અને કોંગ્રેસના વિપક્ષીનેતા દર્શન નાયકના જણાવ્યા મુજબ બીજા તબક્કાની મહામારી દરમિયાન શહેરની એક પણ હોસ્પિટલ ખાલી ન હતી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી હતી. બીજી તરફ માત્ર ૨૨ દિવસ દરમિયાન સુરત શહેર જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર ગ્રસ્ત દર્દીઓ માટે આવશ્યક ૮૩ હજારથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શનની સામે કલેકટર દ્વારા માત્ર 50 હજાર જેટલા ઇન્જેક્શન ની ફાળવણી કરવામાં આવી હતી.

દર્શન નાયક દ્વારા કોવિડ-૧૯ ના બીજા તબક્કામાં શહેર-જિલ્લામાં સારવાર ગ્રસ્ત દર્દીઓ માટે કેટલા ઇન્જેક્શન ની ફાળવણી કરવામાં આવી હતી તે મુદ્દે આરટીઆઇ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી છે ૨૧ મી એપ્રિલથી ૧૩ મેં એટલે કે 22 દિવસ દરમિયાન સુરત શહેરમાં કોરોના મહામારી એ ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું અને શહેરીજનો રીતસરના ફફડી ઉઠયા હતા. ખાનગી તો ઠીક પરંતુ સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોના દરવાજા પણ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે બંધ કરી દેવાયા હતા. અને ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી દર્દીઓ માટે આવશ્યક એવા આ ઇન્જેક્શનો માટે એવો ના પરિજનો આખો દિવસ એક એક ઇન્જેક્શન માટે કતારો લગાવી ભૂખ્યા-તરસ્યા ઉભા રહેતા હતા. આ સ્થિતિમાં શહેરની હોસ્પિટલો દ્વારા 22 દિવસ દરમિયાન કુલ ૮૩,૫૭૩ રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ કરવામાં આવી હતી. જે પૈકી કલેકટર દ્વારા માત્ર ૫૦,૬૮૯ ઇન્જેકશનની જ ફાળવણી હોસ્પિટલોને કરવામાં આવી હતી. આમ ૩૨ હજારથી ઓછા ઇન્જેક્શનો હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા હતા.

rahul gandhi 19 રેમડેસિવિરની અછતની અસલ હકીકત, હોસ્પિટલોની માંગ કરતાં તંત્રએ ઓછા ઇન્જેક્શન આપ્યા

rahul gandhi 20 રેમડેસિવિરની અછતની અસલ હકીકત, હોસ્પિટલોની માંગ કરતાં તંત્રએ ઓછા ઇન્જેક્શન આપ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યંત મહત્ત્વપૂર્ણ એવા જીવન રક્ષક ઇન્જેક્શનની અછતને પગલે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નકલી ઇન્જેક્શન અને ઇન્જેક્શન ના કાળા બજારના વેલાનો ભારે વિવાદ ઊઠયો હતો હોસ્પિટલોના તબીબો જ નહીં પરંતુ લેબ. લેભાગુ તત્વો દ્વારા પણ રેમડેસિવિર ઇન્જેક્શનના નામે ગરજાઉ અને ગરીબ પરિવારજનો પાસેથી ધરાર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે હવે સમગ્ર વાસ્તવિકતાનો ચિતાર નજરે પડી રહ્યો છે કે માત્ર 22 દિવસોમાં કુલ જરૂરિયાત સામે ૩૨ હજાર કરતા ઓછા રેમડેસિવિર ઇન્જેક્શન ની ફાળવણી કરવામાં આવતા દર્દીઓને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો હશે એના ઉપરથી જ અંદાજ આવી રહ્યો છે.

રાજીનામું / કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયાના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું

Dizo GoPods D Review / ઓછી કીમતે શાનદાર ઇયરબડસ
ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી 
WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો