Not Set/ રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસીની જાહેરાત 4 એપ્રિલે, રેપો રેટ ઘટવાની આશા

રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસીની જાહેરાત 4 એપ્રિલે કરવામાં આવશે 3 દિવસ ચાલનારી આ બેઠકનો પ્રારંભ મંગળવારે થશે. વૈશ્વિક સ્તરે  નરમાશ તથા ઘરેલું આર્થિક વૃદ્ધિની શક્યતાઓ પર અસર પડવાની આશંકાઓ વચ્ચે રિઝર્વ બેંક તેના રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂકી શકે છે.  વિશેષજ્ઞોનું માનવું છે કે તેનાથી તમારી લોન સસ્તી થઈ શકે છે. રિઝર્વ બેંકે 18 […]

Business
RBI રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસીની જાહેરાત 4 એપ્રિલે, રેપો રેટ ઘટવાની આશા

રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસીની જાહેરાત 4 એપ્રિલે કરવામાં આવશે 3 દિવસ ચાલનારી આ બેઠકનો પ્રારંભ મંગળવારે થશે. વૈશ્વિક સ્તરે  નરમાશ તથા ઘરેલું આર્થિક વૃદ્ધિની શક્યતાઓ પર અસર પડવાની આશંકાઓ વચ્ચે રિઝર્વ બેંક તેના રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂકી શકે છે.  વિશેષજ્ઞોનું માનવું છે કે તેનાથી તમારી લોન સસ્તી થઈ શકે છે.

રિઝર્વ બેંકે 18 મહિનાના વિરામ બાદ ફેબ્રુઆરીમાં રેપો રેટ 0.25 ટકા કર્યો હતો.  વ્યાજ દરમાં એક પછી એક કાપને લીધે  હાલની ચૂંટણીની સિઝનમાં  લોન લેનારાને રાહત મળી શકે છે. મૌદ્રિક નીતિની સમીક્ષા બેઠક બાદ 7 ફ્રેબુઆરી 2019ના રોજ મુખ્ય નીતિગત દર રેપો  રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 6.25 કરવામાં આવ્યો હતો.  ડિસેમ્બર 2018માં રિઝર્વ બેંકના ગર્વનરનું પદ સંભાળ્યા બાદ શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નીતિ સમિતી દ્વારા આ  નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે  RBI ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં 6 સભ્યની મૌદ્રિક નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક ચાલશે. અને બેઠક બાદ 4 એપ્રિલના રોજ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.  ગર્નર દાસ પહેલા જ ઉદ્યોગ સંગઠનો, જમાકર્તા સંગઠન, એમએસએમઇના પ્રતિનિધિઓ તથા બેકં અધિકારીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે.