બેંક મર્જર/ સંકટમાં અટવાયેલા લક્ષ્મી વિલાસ બેંક માટેની RBIની યોજના, ડીબીએસ સાથે થશે મર્જ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ મંગળવારે જાહેરાત કરી કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) ને ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ (ડીબીઆઇએલ) માં મર્જ કરી શકાય છે. આરબીઆઈ દ્વારા ડ્રાફ્ટ યોજનાની જાહેરાત બેંક પર એક મહિનાના મુદત લગાડ્યા બાદ અને મહત્તમ 25,000 રૂપિયા ઉપાડવાની મર્યાદા પછી જાહેર કરવામાં આવી હતી.

Top Stories Business
keshod 17 સંકટમાં અટવાયેલા લક્ષ્મી વિલાસ બેંક માટેની RBIની યોજના, ડીબીએસ સાથે થશે મર્જ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ મંગળવારે જાહેરાત કરી કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) ને ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ (ડીબીઆઇએલ) માં મર્જ કરી શકાય છે. આરબીઆઈ દ્વારા ડ્રાફ્ટ યોજનાની જાહેરાત બેંક પર એક મહિનાના મુદત લગાડ્યા બાદ અને મહત્તમ 25,000 રૂપિયા ઉપાડવાની મર્યાદા પછી જાહેર કરવામાં આવી હતી.

સરકારે આર્થિક સંકટમાંથી પસાર થતી ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે અને કોઈપણ બેંક ખાતાધારક રૂપિયા 25,000 ની રકમ ઉપાડી શકે છે. સરકારે બેંકની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સલાહ બાદ આ પગલું ભર્યું છે.

#Abhinandan / PM મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપર…

રિઝર્વ બેંકે કહ્યું છે કે ડીબીઆઈએલ મર્જરથી 2,500 કરોડની વધારાની મૂડી ઉત્પન્ન કરશે. ડીબીઆઈએલ એ ડીબીએસ બેંક લિમિટેડ સિંગાપુરની પેટાકંપની છે. ડીબીઆઈએલની બેલેન્સશીટ એકદમ મજબૂત છે. 30 જૂન 2020 સુધી તેની રૂ. 7,109 કરોડની મૂડી હતી. જીએનપીએ અને એનએનપીએ અનુક્રમે 2.7% અને 0.5% હતા.

dharma / નાહ્ય-ખાહ્ય સાથે 4-દિવસીય છઠ્ઠ મહાપર્વનો આજથી પ્રારંભ, સૂર્ય…

આરબીઆઇએ જણાવ્યું હતું કે, સારા સ્તરે મૂડીના કારણે સૂચિત મર્જર પછી ડીબીઆઈએલની સંયુક્ત બેલેન્સશીટ પણ મજબૂત રહેશે. ” સેન્ટ્રલ બેંકે એલવીબી અને ડીબીઆઈએલના થાપણદારો અને લેણદારોને પૂછ્યું છે કે, જો તેમને કોઈ સલાહ અથવા વાંધો છે તો કૃપા કરીને જણાવશો. ડ્રાફ્ટ સ્કીમ પણ બંને બેંકોને મોકલવામાં આવી છે. સલાહ અને વાંધા 20 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આપી શકાય છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઓરી રસીકરણ / વિશ્વમાં ફરી એકવાર માથું ઉચકતો ઓરીનો ભયાનક રોગ,  અઢી દાયકા પ…

સપ્ટેમ્બર 2020 માં લક્ષ્મી વિલાસ બેંકે કંપનીનું દેવું વધતાં 397 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટની જાહેરાત કરી હતી. 25 સપ્ટેમ્બરના રોજ, બેંકના શેરહોલ્ડરોએ એમડી અને સીઈઓ એસ સુંદર સહિત 7 સભ્યોને બોર્ડમાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. રિઝર્વ બેંકે ત્રણ સ્વતંત્ર ડિરેક્ટર મીતા માખણ, શક્તિ સિંહા અને સતિષકુમાર કાલરાની નિમણૂક કરી હતી.