એક તરફ, વિશ્વ છેલ્લા એક વર્ષ થી કોરોના વાઈરસ સાથે લડી રહ્યું છે. ત્યારે ઘણા દેશોમાં ઓરીએ ફરીથી દેખા દીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના છેલ્લાં આંકડા અનુસાર, આ રોગને લીધે વિશ્વભરમાં 2.07 લાખ મોત થયા છે. આનું મોટું કારણ રસી લાગુ કરવામાં સુસ્તી છે.

ગયા વર્ષે 2.07 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો
નિષ્ણાંતો કહે છે કે આ વર્ષે, કોરોનાને કારણે, રસીકરણ મુકવામાં વિલંબ થયો હતો. જેથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ડબ્લ્યુએચઓ અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, આ વર્ષે જે ૨૬ દેશોએ કોરોના વાઇરસને લઈને રસીકરણને અટકાવ્યું હતું ત્યાં ઓરીના રોગચાળો ફેલાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે આ વર્ષે ૯.૪ કરોડ લોકો ઓરીનો શિકાર બની શકે છે.

કોરોના સાથે, હવે ‘ચાપરે વાયરસ’નો પણ ખતરો, આવા છે લક્ષણો છે…
ડબ્લ્યુએચઓનાં વરિષ્ઠ તકનીકી સલાહકાર ડો. નતાશા ક્રાઉક્રોફ્ટ કહે છે કે છેલ્લા વર્ષમાં ઓરીની પૂરતી રસીઓ નહીલાગવવામાં આવતા ફરી એકવાર અ સંકટ સામે આવી રહ્યું છે. ખાસ કરીને કોરોનાને ધ્યાનમાં રાખીને, ખૂબ જ શિથિલતા આવી ગઈ છે. અને તેના પરિણામો ભયાનક હોઈ શકે છે. તેથી ઓરીને રોકવા માટે વધુ સંસાધનો અને રચનાત્મક રીતની જરૂર છે.

શું ટ્રમ્પ માટે હજી પણ રાષ્ટ્રપતિ બનવું ખરેખર શક્ય છે?
માત્ર નવ દેશોમાં ત્રણ ક્વાર્ટર દર્દીઓ
વર્ષ 2019 માં, 184 માંથી 9 દેશોમાં ઓરીના દર્દીઓમાં 73 ટકા દર્દીઓ મળી આવ્યા હતા. આમાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોંગો, જ્યોર્જિયા, મેડાગાસ્કર, નોર્ધન મેસેડોનિયા, સમોઆ અને યુક્રેન જેવા દેશોનો સમાવેશ થાય છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં, ઓરીથી ભલે મોત નથી થયા પરંતુ 1995 પછી, સૌથી વધુ અહીં થી દર્દીઓ સામે આવ્યા છે. નિષ્ણાતો કહે છે કે રોગના પ્રકોપને રોકવા માટે, 95 ટકા વસ્તીને બે વાર રસી આપવી જરૂરી છે.
