Toolkit Case/ દિશા રવિના સપોર્ટમાં આવ્યા રાહુલ – પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલે કહ્યું – ખેડૂતોને સપોર્ટ કરવો એ…

ખેડૂત આંદોલનને લગતી ટૂલકિટ સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં દિલ્હી પોલીસે દિશા રવિની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે.

India
a 172 દિશા રવિના સપોર્ટમાં આવ્યા રાહુલ - પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલે કહ્યું - ખેડૂતોને સપોર્ટ કરવો એ...

ખેડૂત આંદોલનને લગતી ટૂલકિટ સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં દિલ્હી પોલીસે દિશા રવિની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. 21 વર્ષીય પર્યાવરણીય કાર્યકર દિશા રવિની આ ધરપકડ મામલે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓએ દિશા રવિને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે.

દિશા રવિના બચાવમાં ટ્વીટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું – બોલ કી લબ આઝાદ હૈ તેરે, બોલ કી સચ ઝિંદા હૈ અબ તક! વો ડરે હૈ, દેશ નહીં! ભારત ચુપ નહીં રહેગા. આ સાથે, પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, ડરતે હૈ બંદૂક વાલે એક નિહત્થી લડકી સે, ફેલે હૈ હિમ્મત કે ઉઝાલે એક નિહત્થી લડકી સે, દિશા રવિ કો રિહા કિયા જાએ.

રાહુલ-પ્રિયંકાની સાથે અરવિંદ કેજરીવાલે પણ દિશા રવિના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 21 સાલ કી દિશા રવિ કો અરેસ્ટ કરના લોકતંત્ર પર હમલા હૈ. કિસાનો કો સપોર્ટ કરના અપરાધ નહીં હૈ.

આપને જણાવી દઈએ કે, 21 વર્ષીય પર્યાવરણીય કાર્યકર દિશા રવિની ધરપકડ અને પાંચ દિવસના રિમાન્ડ બાદ વધુ બે કાર્યકરો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. વ્યવસાયે હાઈકોર્ટના વકીલ અને પર્યાવરણીય કાર્યકર નિકિતા જેકબ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે. નિકિતાની સાથે શાંતનુ વિરુદ્ધ પણ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.

નિકિતા અને શાંતનુ પર આરોપ છે કે, બંનેએ તે જ ટૂલકિટ શેર કરી હતી જે દિશા રવિએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ખેડૂત આંદોલનને લગતી આ ટૂલકિટમાં આંદોલનથી સંબંધિત વસ્તુઓ શામેલ છે. પોલીસનો દાવો છે કે આંદોલન દ્વારા કેવી રીતે ગડબડી અને અશાંતિ ફેલાવી શકાય તેના ડેટા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ