Not Set/ અર્થવ્યવસ્થાને લઇને પ્રિયંકાનો ટોણો, શાસન કરનારા મસ્ત, જનતા દરેક મોર્ચે ત્રસ્ત

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે અર્થશાસ્ત્રની સ્થિતિ અંગે ભારત સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, દેશમાં સત્તા પર કબજો જમાવતા લોકો પોતાની મસ્તીમાં મસ્ત છે, જ્યારે સામાન્ય લોકો દરેક મોરચે ત્રસ્ત છે. પ્રિયંકાએ ટ્વિટ કર્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી નાજૂક છે. સર્વિસ સેક્ટર ફ્લેટ પડી ગયું છે. રોજગાર ઘટી રહ્યો છે. […]

Top Stories India
priyanka gandhi1245 અર્થવ્યવસ્થાને લઇને પ્રિયંકાનો ટોણો, શાસન કરનારા મસ્ત, જનતા દરેક મોર્ચે ત્રસ્ત

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે અર્થશાસ્ત્રની સ્થિતિ અંગે ભારત સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, દેશમાં સત્તા પર કબજો જમાવતા લોકો પોતાની મસ્તીમાં મસ્ત છે, જ્યારે સામાન્ય લોકો દરેક મોરચે ત્રસ્ત છે. પ્રિયંકાએ ટ્વિટ કર્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી નાજૂક છે. સર્વિસ સેક્ટર ફ્લેટ પડી ગયું છે. રોજગાર ઘટી રહ્યો છે. શાસન કરનારા પોતાની મસ્તીમાં મસ્ત છે, જ્યારે જનતા દરેક મોર્ચે ત્રસ્ત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ઝાટકણી કાઠતા તેમણે કહ્યું હતું કે, તેઓ યુએસમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ કરી રહ્યા છે, જ્યારે અમેરિકનોએ ત્યાં કામ કરવા ઇચ્છતા ભારતીયોને એચબી 1 વિઝાની સંખ્યા ઘટાડી દીધી છે. પ્રિયંકાએ બીજો ટ્વિટ કરીને કહ્યું કે, “આ સવાલ ભાજપ સરકારને પૂછવો જોઈએ, કે તેમના કાર્યકાળ દરમિયાન કોની ભલાઇ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન પોતાનો ‘હાઉડી મોદી’ કાર્યક્રમ કરવા માટે અમેરિકા ગયા હતા, પરંતુ અમેરિકાએ ત્યાં કામ કરવા માંગતા ભારતીય લોકોનાં એચ -1 બી વિઝાની સંખ્યામા ઘટાડો કરી દીધો છે.”

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઇને સવાલો પુછતા રહે છે, ત્યારે આ વખતે પણ તેમણે અમેરિકા દ્વારા એચ1બી વિઝાની સંખ્યામાં ઘટાડો કરવાને લઇને મોદી સરકારને ઝાટકી દીધા છે. સાથે તેમણે શાસનમાં રહેનારાઓ માટે મસ્ત રહી જનતાને ત્રસ્ત કરવાનો આરોપ પણ મુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.