WPL/ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું છે

Top Stories Sports
10 4 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 12.3 ઓવરમાં બે વિકેટે 110 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટૂર્નામેન્ટમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB ટીમની આ સતત બીજી જીત છે. અગાઉ યુપી વોરિયર્સનો પરાજય થયો હતો. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સનો આ સતત બીજો પરાજય છે. મુંબઈ બાદ ટીમને બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો છે.

108 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત મજબૂત રહી હતી. મંધાના અને દિવ્યા વચ્ચે પ્રથમ વિકેટ માટે 32 રનની ભાગીદારી થઈ હતી. સોફી 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાનાએ 27 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત જાયન્ટ્સની ફરી એકવાર ખરાબ શરૂઆત થઈ હતી. કેપ્ટન બેથ મૂની 7 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. લિચફિલ્ડ પણ માત્ર 5 રનનું યોગદાન આપી શક્યો હતો. વેદાએ 15 બોલમાં નવ રન બનાવ્યા હતા. હરલીન 31 બોલમાં 22 રન બનાવીને રનઆઉટ થઈ ગઈ હતી. એશ્લે ગાર્ડનરે 12 બોલમાં સાત રન બનાવ્યા હતા. બ્રાઇસ માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. સ્નેહ રાણાએ 12 રન બનાવ્યા હતા. હેમલતા 25 બોલમાં 31 રન બનાવીને અણનમ રહી હતી.