Jambusar-Rape/ જંબુસરમાં બે યુવતીને નશાનું ઇન્જેકશન આપી બળાત્કાર કર્યાના કેસમાં વધુ એકની ધરપકડ

ગુજરાત મહિલાઓ માટે સબસલામતની છડી પોકારવામાં આવે છે, પરંતુ રોજબરોજની દુષ્કર્મની ઘટનાઓ કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. જંબુસરના કાવીમાં બે મહિલા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 16 જંબુસરમાં બે યુવતીને નશાનું ઇન્જેકશન આપી બળાત્કાર કર્યાના કેસમાં વધુ એકની ધરપકડ

જંબુસરઃ ગુજરાત મહિલાઓ માટે સબસલામતની છડી પોકારવામાં આવે છે, પરંતુ રોજબરોજની દુષ્કર્મની ઘટનાઓ કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. જંબુસરના કાવીમાં બે યુવતી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બે મહિલા પર દુષ્કર્મ થયાનો ગુનો નોંધાયાની પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. યુવતીને નશાકારક પદાર્થનું ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.આ મામલે પોલીસ દ્વારા વધુ એક આરોપીને ઝડપી પડ્યો છે.

આ નશાકારક ઇન્જેક્શન સાથે મહિલાનો વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ થયો હતો. આ વિડીયો વાઇરલ થવાના પગલે ચકચાર મચી ગઈ છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે નિવેદન કરવાની ફરજ પડી છે કે આ પ્રકારનું નશાકારક ઇન્જેક્શન આપીને બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બે ભાગેડુ આરોપીઓની શોધખોળ જારી છે. તેની સાથે પોલીસ ટૂંક સમયમાં તેમને પકડી લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પકડાયેલા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જંબુસરની કાવી પોલીસે બે મહિલાઓ પર દુષ્કર્મ કરનારા ચાર આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે. આમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે યુવતીઓને આરોપીઓએ ક્યાંથી ઉઠાવી અને તેને ક્યાં લઈ જઈ બળાત્કાર કર્યો તે સમગ્ર ઘટનાક્રમ ચકાસી રહી છે. આ ઉપરાંત બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓની શારીરિક સ્થિતિ ચકાસવા માટે તેઓને તબીબી તપાસ માટે પણ મોકલી આપવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સુરક્ષાની મોટી-મોટી વાતો કરીને સબસલામતની બાંગો પોકારે છે. બીજી બાજુએ એક દિવસ એવો પસાર થતો નથી કે જ્યારે રાજ્યની મહિલા, યુવતી કે સગીરા સાથે દુષ્કર્મ થયું ન હોય. બંને યુવતીઓને નશાના ઇન્જેક્શન આપવામાં આવ્યા તે દર્શાવે છે કે રાજ્યમાં નશાનો બેફામ કારોબાર ચાલે છે.  નશાને લઈને ગૃહવિભાગનું વલણ નશેડીઓને પણ શરમાવે તેવું છે. આ ઘટના બતાવે છે કે ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી મોટો પડકાર બની ગઈ છે. દરેક મોરચે આગળ ગુજરાત હવે બેન-દીકરીઓની સલામતીમાં પણ આગેવાની બતાવે.

આરોપીઓને આ  પ્રકારનું દુષ્કર્મ આચરવામાં કોણે મદદ કરી તે પણ તપાસવામાં આવી રહ્યુ છે. આ ઘટનાનો વિડીયો વાઇરલ થયો હોવાના લીધે સમગ્ર જંબુસરની સાથે રાજ્યમાં તેની ચર્ચા મચી ગઈ છે. તેની સાથે આ રીતે શહેરમાં વધતા બળાત્કારના બનાવો પણ ચર્ચાનો વિષય બની ગયા છે. આના પગલે જંબુસર પોલીસ અને વહીવટીતંત્ર પર પણ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે.

સમગ્ર શહેર હાલમાં આ પ્રકારના બળાત્કાર બદલ પોલીસ તંત્રની ગુનેગારો પર જરા પણ ધાક રહી નથી તેમ જણાવી માછલા ધોઈ રહ્યું છે. આ વાત છેક પોલીસ કમિશ્નર જ નહી જિલ્લા પોલીસ વડા સુધી પણ ગઈ છે. કલેક્ટરે પણ મહિલાઓ સાથે આ પ્રકારના દુષ્કર્મ બદલ અફસોસ વ્યક્ત કરીને પીડિત મહિલાઓને વળતર આપવાની ખાતરી આપી છે. તેની સાથે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓનું કાઉન્સેલિંગ પણ શરૂ કરાયું છે. આમ રાજ્યમાં મહિલાઓ પરના અત્યાચારની સાથે મહિલાઓ સામે વધતા જતાં ગુના કાયદાકીયની સાથે સામાજિક રીતે પણ ચિંતાનો વિષય બન્યા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ