Not Set/ સુરત/ ફેસબુકની મિત્રતા પડી મોંઘી, રત્નકલાકાર સાથે 30 લાખની ઠગાઈ

આજકાલ  સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જાય છે. રીયલ લાઈફના મિત્રો છોડીને જેને ઓળખતા નથી કડી મળ્યા નથી તેવા અજાણ્યા મિત્રો સોશિયલ મીડિયામાં બનાવતા થઇ ગયા છે. મિત્રતા સુધી વાત સમજ્યા પરંતુ જ્યાં ગીફ્ટ અને લેતી દેતીની વાત આવે છે તો આ સંબંધો હમેશા છેતરામણી  ભર્યા જ નીકળે છે. અને આવા અનેક કિસ્સા પણ અવારનવાર આપને […]

Gujarat Surat
fb સુરત/ ફેસબુકની મિત્રતા પડી મોંઘી, રત્નકલાકાર સાથે 30 લાખની ઠગાઈ

આજકાલ  સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જાય છે. રીયલ લાઈફના મિત્રો છોડીને જેને ઓળખતા નથી કડી મળ્યા નથી તેવા અજાણ્યા મિત્રો સોશિયલ મીડિયામાં બનાવતા થઇ ગયા છે. મિત્રતા સુધી વાત સમજ્યા પરંતુ જ્યાં ગીફ્ટ અને લેતી દેતીની વાત આવે છે તો આ સંબંધો હમેશા છેતરામણી  ભર્યા જ નીકળે છે. અને આવા અનેક કિસ્સા પણ અવારનવાર આપને જોતા હોઈએ છીએ. છતાય લોકો આવી મિત્રતામાં ભરમાતા જાય છે.

આવો જ એક કિસ્સો હાલમાં સુરત ખાતે બન્યો છે. સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને એક રત્નકલાકાર પાસેથી ૩૦ લાખ રૂપિયા ખંખેરી લીધા.

સુરતના વરાછાના યોગી ચોકના પ્રવીણ બોઘરાએ ફેસબુક  પર એક ગોરી મેમ સાથે મિત્રતા કરી પછી મિત્રતા ગઢ મિત્રતામાં પરિણમી. ગોરી મેમે યુરોપ થી પોતાના સુરત વસી મિત્ર એટલે કે પ્રવીણ ને ગીફ્ટ મીકલો અને એ પણ અધધ ૯૦ લાખ રૂપિયાની, અને તેને એરપોર્ટ પરથી છોડાવવાના બહાના હેઠળ પુરા ૩૦ લાખમાં ગોરી ગર્લફ્રેન્ડના ચક્કરમાં રત્ન કલાકારે પૈસા ગુમાવ્યા.

ડાયેના મેક્સવેલ નામની યુરોપિયન યુવતી સાથે ફેસબુક ફ્રેન્ડશીપ થઈ હતી. ડાયેનાએ 90 લાખની ગિફ્ટનું પાર્સલ મોકલ્યુ હતું. અને જેને છોડાવવાના ચક્કરમાં રતન કલાકારે પોતાની મહેનતના પૈસા પણ ગુમાવ્યા. અને અંતે પોલીસ ના શરણે જવું પડ્યું. હાલ સરથાણા પોલીસે આ અંગે  તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.