Not Set/ કાબુલમાંથી પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ નકલો અને 75 લોકો સાથે ભારતીય વાયુસેનાનું વિમાન થયું રવાના

દિલ્હી શીખ ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે આવા સમયે 46 અફઘાન શીખો અને હિન્દુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અમારા માટે મોટી રાહતની વાત છે.

Top Stories India
પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબ

ભારતીય વાયુસેનાનું એક વિમાન યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનથી પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબ ની ત્રણ નકલો અને 75 લોકો સાથે ભારત પરત ફરી રહ્યું છે. જેમાં 46 અફઘાન શીખો અને હિન્દુઓનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી, લોકોને ત્યાંથી બહાર કાઢવામાં ભારત સરકાર સાથે સંકલન કરનારા લોકોએ સોમવારે ઉપરોક્ત માહિતી આપી.

લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં વિદેશ મંત્રાલય અને ભારતીય વાયુસેના સાથે સહયોગ કરી રહેલા ઇન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હજુ પણ 200 જેટલા અફઘાન શીખો અને હિન્દુઓ ફસાયેલા છે.

તેમણે કહ્યું, “આ લોકોએ કાબુલમાં કરાતે પરવાન ગુરુદ્વારામાં આશ્રય લીધો છે જે એરપોર્ટની નજીક છે.” લોકોને પાછા લાવવા માટે ફ્લાઇટની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કર્યું, “ભારતીય વાયુસેનાનું વિમાન પવિત્ર ત્રણ ગુરુ ગ્રંથ સાહિબની નકલ સાથે કાબુલ એરપોર્ટ પરથી પરત આવી રહ્યું છે. જેમાં 46 અફઘાન હિંદુઓ અને શીખો પણ એ જ વિમાન દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો સાથે પરત ફરી રહ્યા છે.

ચંડોકે કહ્યું, “વિમાનમાં 75 લોકો છે. ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ નકલો પણ ભારત લાવવામાં આવી રહી છે. ”કાબુલમાં હજુ પણ અટવાયેલા લોકોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે ગુરુદ્વારા કરાતે પરવાનથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધીનું 10 કિમીનું અંતર બચાવ કામગીરીમાં સૌથી મોટો અવરોધ હતો. ચંડોકે કહ્યું કે આગામી થોડા કલાકોમાં લગભગ 100 વધુ અફઘાન શીખો અને હિન્દુઓને ત્યાંથી કાવામાં આવશે.

દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે આવા સમયે 46 અફઘાન શીખો અને હિન્દુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અમારા માટે મોટી રાહતની વાત છે. આ સમિતિ ભારત સરકારને અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવામાં પણ મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ લોકોને અમેરિકી સુરક્ષા દળો કાબુલ એરપોર્ટ પર લઈ ગયા હતા.

આ પણ વાંચો :કાબુલ એરપોર્ટ પર અફઘાની સેના અને અજ્ઞાત હુમલાવરો વચ્ચે થયું ફાયરિંગ, એક જવાનનું મોત

આ પણ વાંચો : હવે ટ્રાફિક પોલીસકર્મીઓ ફોટા પાડીને ચલણ નહીં કરી શકે, જાણો નવો નિયમ

આ પણ વાંચો : ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ચેતજો, આમ કરશો તો થશે ત્રણ વર્ષ જેલની સજા