IPL 2022/ લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 177 રનનો ટાર્ગેટ આપ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.

Top Stories Sports
2 6 લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 177 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની 53મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. દીપક હુડાએ 41 રન, માર્કસ સ્ટોઇનિસે 28 રન અને કૃણાલ પંડ્યાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. KKR તરફથી આન્દ્રે રસેલે બે જ્યારે સુનીલ નારાયણ, ટિમ સાઉથી અને શિવમ માવીએ એક-એક વિકેટ લીધી હતી.

કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા ઈચ્છશે. રાહુલની શાનદાર બેટિંગના કારણે લખનૌએ 10માંથી સાત મેચ જીતી છે અને તે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે લખનૌની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક છે, ત્યારે KKRને પોતાની આશા જીવંત રાખવા હોય તો કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. તેઓ 10 મેચમાંથી ચાર જીતથી આઠ પોઈન્ટ ધરાવે છે અને હાલમાં તે આઠમા સ્થાને છે.