ત્રીજી લહેર/ મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના 22 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,BMC એ શાળા પરિસર કર્યું સીલ

મુંબઈના અગ્રીપાડા વિસ્તારમાં આવેલી શાળામાં અત્યાર સુધીમાં કુલ 95 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 22 લોકો કોરોના વાયરસની ચપેટમાં છે. આ પછી BMC એ શાળા પરિસરને સીલ કરી દીધું છે.

Top Stories India
mumbai school sealed મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના 22 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,BMC એ શાળા પરિસર કર્યું સીલ

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકશે તેવા ભયના એંધાણ વચ્ચે દેશમાં કોરોનાની સ્થિતિ કેરળ અને મહારાષ્ટ્રમાં નિયંત્રણ બહાર છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ગુરુવારે, મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના 22 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. મુંબઈના અગ્રીપાડા વિસ્તારમાં આવેલી શાળામાં અત્યાર સુધીમાં કુલ 95 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 22 લોકો કોરોના વાયરસની ચપેટમાં છે. આ પછી BMC એ શાળા પરિસરને સીલ કરી દીધું છે.

આપવીતી / અફઘાનિસ્તાનથી પરત આવેલા ગુજરાતીએ કહ્યું, અમેરિકન આર્મીએ સતત અમારી સુરક્ષા કરી હતી.

Mumbai's St Joseph's School Sealed As 16 Students Test Positive for COVID-19

મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે

મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. બુધવારે (25 ઓગસ્ટ) રાજ્યમાં 5,031 નવા કેસ નોંધાયા અને 216 ચેપગ્રસ્ત લોકોના મોત થયા. અગાઉ 21 ઓગસ્ટ સુધી, સંક્રમિતોની સંખ્યા પાંચ હજારથી ઓછી આવી રહી હતી. 17 ઓગસ્ટના રોજ રાજ્યમાં ચેપનાં 4,355 નવા કેસ નોંધાયા અને 119 લોકોનાં મોત નીપજ્યાં.કેસોમાં સતત ઘટાડાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરી કોરોનાના દૈનિક કેસો વધવા લાગ્યા છે. હવે મહારાષ્ટ્રમાં 50,183 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વારંવાર કેસ જોવા મળે છે.

નિવેદન / સરદાર સરોવર ડેમમાં કેટલુ પાણી છે જાણો શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ…

Mumbai's St Joseph's School Sealed As 16 Students Test Positive for COVID-19

મુંબઈમાં 342 નવા કેસ

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 342 નવા કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે. મુંબઈમાં 15,956 સક્રિય દર્દીઓ છે. માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કેસોની સંખ્યા 6,437,680 છે, જ્યારે હવે કુલ મૃત્યુઆંક 136,571 થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પુણેમાં સૌથી વધુ મોત થયા છે.

ચુકાદો / પત્ની સાથે બળજબરીપૂર્વક સેકસ એ બળાત્કાર નથી : છત્તીસગઢ હાઇકોર્ટ

sago str 20 મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના 22 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,BMC એ શાળા પરિસર કર્યું સીલ