Not Set/ પરેશ ધાનાણીએ ઉપવાસનાં પારણાં બાદ પીએમને ગુજરાત અને ખેડૂત વિરોધી જણાવ્યાં

  કોંગેસે ગત રોજ સવારે 11 વાગ્યે 24 કલાકનાં ઉપવાસ સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ ધરણાં કર્યા હતા. જો કે ધરણાંનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસે પારણાં કરી લીધા હતા. વાત કરવામાં આવે તો ખેડૂતોનાં દેવા માફી મુદ્દે કોંગ્રેસે ઉપવાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોનાં અને ગુજરાતનાં વિરોધી છે. જેની […]

Gujarat
Paresh Dhanani Dharna પરેશ ધાનાણીએ ઉપવાસનાં પારણાં બાદ પીએમને ગુજરાત અને ખેડૂત વિરોધી જણાવ્યાં

 

કોંગેસે ગત રોજ સવારે 11 વાગ્યે 24 કલાકનાં ઉપવાસ સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ ધરણાં કર્યા હતા. જો કે ધરણાંનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસે પારણાં કરી લીધા હતા. વાત કરવામાં આવે તો ખેડૂતોનાં દેવા માફી મુદ્દે કોંગ્રેસે ઉપવાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોનાં અને ગુજરાતનાં વિરોધી છે. જેની સરકાર ખેડૂતોનાં દેવા માફ જેવા ગંભીર મુદ્દે ચૂપ બેઠી જણાય છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી સાથે કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ઉપવાસ કર્યો હતો. પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગઈ કાલે થયેલી મુલાકાત બાદ જ આ ઉપવાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે આ ઉપવાસનું આયોજન ભાજપનો અહંકાર ભાંગવા માટે કરેલું હતું.

જો કે 24 કલાકના ઉપવાસ બાદ પારણાં કર્યા બાદ પરેશ ધાનાણીએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયા સાથે સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, “ઉપવાસ પાછળનો હેતુ હતો કે સુતેલી સરકારને જગાવવાનો છે. પૂજ્ય મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ઉપવાસ એવું શસ્ત્ર છે કે જેનાથી સૂતેલી સરકાર જાગી જાય છે. નહીં કે ઉપવાસથી આપણા જીવનનો અંત આણવો. હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે ઉપવાસ પછી અહંકારી બીજેપી સરકાર જાગે અને જગતના તાતનું દેવું માફ કરે.”ખેડૂત માટે ખાતર મળે, કૃષિ બજેટમાં વધારો થાય, ઉત્પાદન માટે યોગ્ય રકમ મળે જેના માટે ખેડૂતોના દેવા માફી માટે કોંગ્રેસ તરફથી રાજ્ય સરકારને દેવું માફ કરવા મુદ્દે માંગણી કરવામાં આવી હતી.”

પરેશ ધાનાણીએ આક્રમક વલણ દર્શાવતા જણાવ્યું હતું કે, જો સરકાર ખેડૂતો માટેની તેમની માંગણીઓ નહિ સ્વીકારે તો વિપક્ષ દ્વારા વિધાનસભામાં ઘેરાવ કરવામાં આવશે.