Not Set/ સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પથંકને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફુંકવામાં આવે છે. પરંતુ ખેડૂતો માટેની આશિર્વાદ સમી નર્મદા કેનાલ લોકો માટે અભિષાપરૂપ બનવા પામી છે.

Gujarat Others
1 208 સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પથંકને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફુંકવામાં આવે છે. પરંતુ ખેડૂતો માટેની આશિર્વાદ સમી નર્મદા કેનાલ લોકો માટે અભિષાપરૂપ બનવા પામી છે. સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા હોવાની ગોઝારી ઘટના સામેં આવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ દ્વારા કેનાલમાં ડુબેલા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

1 209 સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા

માનવતાનું ખરું ઉદાહરણ: કપરા સમયને મોતીમાં પરોવીને શખ્સે સમયનો સદુપયોગ કરી પક્ષીઓ માટે બનાવ્યા હજારો ઘર

પાટડી તાલુકાનાં સવલાસ ગામે રબારી યુવાનનાંં બે બાળકો ગામ તળાવમાં નહાવા જતાં ડુબી ગયાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી, ત્યાં સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા હોવાની ગોઝારી ઘટના સામેં આવી છે. ‍આ ગોઝારી ઘટનાની જાણ થતાં આસપાસનાં લોકોએ ઘટના સ્થળે દોડી જઇ પાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરતા ફાયર ફાઈટર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી કેનાલનાં ઉંડ‍ા પાણીમાં ગરકાવ થયેલા બન્ને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં બન્ને બાળકો કેનાલમાં પાણી‌ પીવા ગયા ત્યારે પગ લપસી જતાં ડુબ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં બાળકોનાં પરિવારજનોમાં રોકકળ સાથે આક્રંદ શરૂ કરતા વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળે ટોળા કેનાલે ભેગા થયા હતા.

kalmukho str 4 સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા