Not Set/ ચા વેચવાવાળાની પુત્રીને મળી ૨ કરોડની સ્કોલરશીપ: જશે અમેરિકા

જો તમે મોટા સપના જુઓ છો અને એ સપના સાકાર કરવા માટે સખત મહેનત કરો તો તમારા માટે કઈ પણ અસંભવ નથી. આ વાક્ય ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક નાના ગામની 17 વર્ષીય છોકરી સુદિક્ષા ભાટી માટે સાચુ સાબિત થયું છે. અમેરિકાની એક કોલેજમાં ભણવા માટે તેણીને1.9 કરોડ રૂપિયાની સ્કોલરશીપ મળી છે. તમને જણાવી દઈએ કે સુદિક્ષાના પિતા […]

Top Stories India
sudiksha Bhati ચા વેચવાવાળાની પુત્રીને મળી ૨ કરોડની સ્કોલરશીપ: જશે અમેરિકા

જો તમે મોટા સપના જુઓ છો અને એ સપના સાકાર કરવા માટે સખત મહેનત કરો તો તમારા માટે કઈ પણ અસંભવ નથી. આ વાક્ય ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક નાના ગામની 17 વર્ષીય છોકરી સુદિક્ષા ભાટી માટે સાચુ સાબિત થયું છે. અમેરિકાની એક કોલેજમાં ભણવા માટે તેણીને1.9 કરોડ રૂપિયાની સ્કોલરશીપ મળી છે. તમને જણાવી દઈએ કે સુદિક્ષાના પિતા એક ટી સ્ટોલ ચલાવે છે.

america 2 1529313444 ચા વેચવાવાળાની પુત્રીને મળી ૨ કરોડની સ્કોલરશીપ: જશે અમેરિકા
સુદિક્ષા ભાટી જેના પિતા બુલંદશહેરમાં એક નાના ગામ ધૂમ મણિકપુરમાં ચા ની દુકાન ચલાવે છે તેને આર્થિક સંકડામણને કારણે 2009 માં શાળા છોડવા માટે મજબૂર થવુ પડ્યુ હતું. પરંતુ તેની સખત મહેનત અને સમર્પણ તેણે ચાલુ રાખ્યા. અને હવે તે 4 વર્ષ માટે ઈન્ટર્નશિપ કરવા માટે મસેચ્યુસેટસની પ્રતિષ્ઠિત બાબ્સન કોલેજમાં જઈ રહી છે. આ કોલેજ અમેરિકાની પ્રસિધ્ધ કોલેજોમાંની એક છે. હાલમાં સુદિક્ષા પોતાના વિઝાની રાહ જોઈ રહી છે.

dadri ચા વેચવાવાળાની પુત્રીને મળી ૨ કરોડની સ્કોલરશીપ: જશે અમેરિકા

સીબીએસઈ ધોરણ 12 માં 98 ટકા સાથે સુદીક્ષા બુલંદશહેર જિલ્લાની ટોપર પણ છે અને તે જલ્દી અમેરિકાની પ્રતિષ્ઠિત કોલેજમાં અન્ય 24 ભારતીય વિદ્યાર્થીઓ સાથે શામેલ થઈ જશે. જે આ વર્ષે બાબ્સન કોલેજમાં જઈ રહ્યા છે. જો કે બુલંદશહેરથી બાબ્સન સુધીની તેની યાત્રા સરળ નહોતી. 2009માં તેના પિતાને વ્યાપારી નુકસાન થવાથી સ્કુલની ફી ભરી શક્યા નહાતા.

sudeeksha ચા વેચવાવાળાની પુત્રીને મળી ૨ કરોડની સ્કોલરશીપ: જશે અમેરિકા

સુદીક્ષા ધોરણ 5 સુધી ધૂમ મણિકપુરની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. પિતાની જાગરુકતાને કારણે સુદિક્ષાએ જવાહરલાલ નવોદય વિદ્યાલય અને વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમીમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ પરીક્ષા આપી અને 2011 માં તેને વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમીમાં 12 માં ધોરણ સુધીનો અભ્યાસ મફતમાં કરવાનો મોકો મળ્યો.

babson ચા વેચવાવાળાની પુત્રીને મળી ૨ કરોડની સ્કોલરશીપ: જશે અમેરિકા

તમને જણાવી દઈએ કે વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમી બિઝનેસમેન શિવ નાડર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં અભ્યાસ પ્રત્યે રસ દાખવતા આર્થિક રીતે નબળા ઉત્તરપ્રદેશના ગ્રામીણ વિસ્તારોના બાળકોને ફ્રી માં ભણવાનો મોકો મળે છે. સુદિક્ષા સાથે આ જ શાળાના અન્ય ત્રણ બાળકોને પણ અમેરિકાની અલગ અલગ કોલેજોમાં સ્કોલરશીપ મળશે. 2017 માં સુદિક્ષાએ SAT ની પરીક્ષા આપી હતી જેમાં પણ તેણે સારો સ્કોર મેળવ્યો હતો.