Surendranagar/ લીંબડીમાં વોર્ડ ન.4માં ઇવીએમ ખોટકાયું

20 મિનિટ સુધી મતદાન બંધ રહ્યું

Gujarat Gujarat Assembly Election 2022 Others
Untitled 42 લીંબડીમાં વોર્ડ ન.4માં ઇવીએમ ખોટકાયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં છે. સવારથી જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. જો કે આ તમામ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ચુંટણી દરમિયાન સુરેન્દ્રનગરના લીંબડીમાં ઇવીએમ ખોટકાયું હતુ. વોર્ડ ન.4ના મૂળજી પંજીની વાડીનું બૂથમાં આ ફરિયાદ સામે આવી હતી. 20 મિનિટ સુધી મતદાન બંધ રહ્યું હતું અને લોકોએ રાહ જોવી પડી હતી. બાદમાં ઈવીએમ બદલવામાં આવ્યું હતું. 20 મીનીટની રાહ જોયા બાદ ઇવીએમ બદલાતા મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા દરેક જિલ્લામાં સંવેદનશિલ અને અતિસંવેદનશિલ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે આ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને મતદાન મથકો અને એટલા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો આજે આમને સામને જંગ લડી રહ્યા છે. 240 બેઠકો પહેલાથી જ  બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પરથી 2.97 કરોડ મતદારો પોતાના સ્થાનિક પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. તો મહત્વનું છે કે 2જી માર્ચે મતગણતરી આવશે.