નિમણૂક/ ગુજરાતમાં ભાજપે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની કરી નિમણૂક

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે,ત્યારે ભાજપ ઐતિહાસિક જીત મેળવવા માટે રણનીતિ બનાવી રહી  છે

Top Stories Gujarat
3 3 ગુજરાતમાં ભાજપે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની કરી નિમણૂક

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે,ત્યારે ભાજપ ઐતિહાસિક જીત મેળવવા માટે રણનીતિ બનાવી રહી  છે. ભાજપે તમામ 26 બેઠકો જીતવા માટે વિધાનસભા દીઠ એટલે કે 182 બેઠકો પર પ્રભારી અને કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે.  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલે પાંચ લાખ સાથે તમામ બેઠકો જીતવા પર હાલ ધ્યાન ફોકસ કર્યો છે. તમામ વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનર ચૂંટણી સાથે જોડાયેલી તમા ગતિવિધિઓ પર નજર રાખશે.. અને ક્યાંય કોઇપણ કચાશ ન રહીજાય તેની તકેદારી રાખશે.. જે તે ચૂંટણીમાં પ્રભારી અને કન્વીનરની જવાબદારી ખુબજ મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે સ્થાનિક સ્તર પર ચૂંટણી સાથે જોડાયેલી તમામ જવાબદારીઓ પ્રભારી અને કન્વીનર સાથે મળીને સંભાળતા હોય છે

ઉલ્લેખનીય છે કે ભાજપે વિધાનસભાની 182 બેઠકો પર પ્રભારીની નિમણૂક કરી દીધી છે.લોકસભાની ચૂંટણીના 15 ઉમેદવારની યાદી ભાજપે જાહેર કરી છે,ટૂંક સમયમાં બાકિના ઉમેદવારોની પણ યાદી જાહેર કરવામાં આવશે. ઐતિહાસિક જીત માટે ભાજપે આ રણનીતિ બનાવી છે