અકસ્માતનો ભય/ સુરતના આ વિસ્તારમાં ગેટકો કંપનીના કારણે લોકો ભોગવી રહ્યા છે હાલાકી, આ છે મુખ્ય કારણ

સુરતના બુટ ભવાની વિસ્તારમાંથી એક હાઇટેન્શન લાઇન પસાર થઈ રહી છે અને હાઇટેન્શન લાઇન નીચે રસ્તો બનાવવામાં આવ્યો છે. હાઈટેંશન લાઇન વર્ષોથી બંધ હાલતમાં છે.

Gujarat Surat
સુરતના
  • સુરતના પુણાગામ વિસ્તારની ઘટના
  • હાઈટેન્શન લાઈનથી સ્થાનિકોને ટેન્શન
  • હાઈટેન્શન લાઇન વર્ષોથી બંધ હાલતમાં
  • સતત સતાવી રહ્યો છે અકસ્માતનો ભય
  • અનેકવાર રજૂઆત છતા નિવેડો નહિં

સુરતના પુણાગામ વિસ્તારમાં ગેટકો કંપની બંધ હાઈટેન્શન લાઈનના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈટેન્શન લાઈનના કારણે અકસ્માતોની ઘટનામાં લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યુ છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટર દ્વારા અવારનવાર સુરત મહાનગરપાલિકા અને જેટકોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કામગીરી થઇ રહી નથી..

સુરતના બુટ ભવાની વિસ્તારમાંથી એક હાઇટેન્શન લાઇન પસાર થઈ રહી છે અને હાઇટેન્શન લાઇન નીચે રસ્તો બનાવવામાં આવ્યો છે. હાઈટેંશન લાઇન વર્ષોથી બંધ હાલતમાં છે. આ હાઇટેન્શનની લાઈન માટે જે વિજપોલ બનાવવામાં આવ્યા છે તે વિજપોલ લોકોને નડતરરૂપ થઈ રહ્યા છે. તો કેટલાક વિજપોલ નમી ગયા હોવાના કારણે તેને તારની મદદથી ટેકો આપવામાં આવ્યો છે.

મહત્વની વાત છે કે થોડા મહિનાઓ પહેલા આ બંધ હાઈટેન્શન લાઈનનો એક વીજપોલ એક મકાન પર નમી ગયો હતો. આ ઘટનામાં મકાનને નુકસાન થવા પામ્યું હતું પરંતુ અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતીમ ત્યારબાદ આ વોજપોલને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે હાલ અન્ય કેટલાક વીજપોલ પણ નમી જાય તે પ્રકારની હાલતમાં છે. છતાં પણ આ વીજપોલને તંત્ર દ્વારા હટાવવામાં આવતા નથી.

સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ બાબતે સુરત મહાનગરપાલિકાને અવાર નવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવતી નથી. મહાનગરપાલિકાનું કહેવું છે કે વિજપોલ વિકાસના કાર્યમાં નડતરરૂપ હોય તો તેને હટાવી શકાય. કોર્પોરેટર દ્વારા આ બાબતે સુરત મહાનગરપાલિકાને સવાલ કરવામાં આવ્યો ત્યારે મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, આ વીજપોલ ગેટકો કંપનીના છે તેથી તે અમે હટાવી ન શકીએ. તો ગેટકોમાં રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, વિજપોલ  હટાવવાનો ખર્ચો સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે તો અમે હટાવી દઈશું અને સુરત મહાનગરપાલિકા બંને વચ્ચે સંકલનના અભાવને કારણે લોકોને હેરાન-પરેશાન થઈ જવાનો વારો આવ્યો છે. ત્યારે જો વીજપોલ કોઈ કારણોસર નમી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :દિયોદરમાં વહેલી સવારથી જ એસ.ટી બસની ખાનગી પેટ્રોલ પંપ ઉપર કતારો, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો :  રાજકોટના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને લીધા હડફેટે, એકનું મોત

આ પણ વાંચો : હળવદની સરકારી શાળા નં.8 થશે બંધ, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો :રંગીલા રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો, છેલ્લા 5 વર્ષમાં 2000થી વધુ આપઘાતના બનાવ