Not Set/ દારૂબંધીની વાતો કરતી ગુજરાત સરકાર લીકર પરમીટ પ્રક્રિયા આ રીતે સરળ કરશે

ગુજરાતમાં એકબાજુ રાજ્ય સરકાર દારૂબંધી માટે અભિયાન ચલાવતી હોય તો બીજી બાજુ સરકારે લીકર પરમિટ મેળવવા અને રિન્યૂ કરાવવા માટે ફરીથી 26 લોકલ એરિયા બોર્ડ કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે `દારૂની પરમીટ લેવા માટે નાના નગરોમાં વસતા લોકોને મોટા શહેર સુધી લાંબા થવું પડતું હતું.પરંતુ હવે દારૂની પરમિટ મેળવવા અને રિન્યૂ કરાવવા […]

Top Stories Ahmedabad Gujarat
cbv dsuovf 6 દારૂબંધીની વાતો કરતી ગુજરાત સરકાર લીકર પરમીટ પ્રક્રિયા આ રીતે સરળ કરશે

ગુજરાતમાં એકબાજુ રાજ્ય સરકાર દારૂબંધી માટે અભિયાન ચલાવતી હોય તો બીજી બાજુ સરકારે લીકર પરમિટ મેળવવા અને રિન્યૂ કરાવવા માટે ફરીથી 26 લોકલ એરિયા બોર્ડ કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે `દારૂની પરમીટ લેવા માટે નાના નગરોમાં વસતા લોકોને મોટા શહેર સુધી લાંબા થવું પડતું હતું.પરંતુ હવે દારૂની પરમિટ મેળવવા અને રિન્યૂ કરાવવા માટે દૂર સુધી નહિ આવવું પડે.સપ્ટેમ્બર 2018થી રાજ્યમાં  4થી 7 જિલ્લાનો એક એવા રાજ્યમાં 6 ઝોનલ એરિયા બોર્ડ દ્વારા પરમિટ ઇશ્યૂ રિન્યૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જો કે આ ઝોનલ એરિયા બોર્ડની પરમીટ આપવાની પ્રક્રિયા એટલી જટિલ હતી કે તેના કારણે અરાજકતા ફેલાઈ હતી.

આરોગ્યના કારણોસર લીકર પરમિટ આપવાની નવી પ્રક્રિયામાં પ્રાઇવેટ ડોક્ટરના સર્ટિફિકેટ રદ્દ કરી સિવિલ અધિક્ષક, તબીબી અધિક્ષક કે સિવિલ સર્જનના પ્રમાણપત્રને ફરજિયાત કર્યા હતા.આ સર્ટિફિકેટ છ ઝોનલ મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવતા હતા.

જો કે આ પ્રક્રિયામાં અરાજકતા સર્જાતા મોટા ઉપાડે શરૂ કરેલી નવી વ્યવસ્થાને સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, ગાંધીનગર એમ ૬ ઝોનલ બોર્ડને કારણે તેમાં સમાવિષ્ટ જિલ્લાઓના અરજદારોને મેડિકલ ચેકઅપ કરાવવામાં મુશ્કેલીઓ પડતી હતી.

તેના સ્થાને પહેલા હતુ તેમ 26 એરિયા બોર્ડ થકી લીકર પરમિટ ઇશ્યૂ – રિન્યૂ કરવાની વ્યવસ્થા પૂર્વવત કરવાની તૈયારી સરકારે કરી છે.સરકારી સૂત્રો કહે છે કે રાજ્યમાં જિલ્લાઓમાં 26 એરિયા બોર્ડમાં લિકર પરમીટ આપવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.