પરીક્ષા/ JEE મુખ્ય પરીક્ષાની તારીખોમાં ફેરફાર,જાણો વિગત

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ સત્ર-1 અને સત્ર-2 બંને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે

Top Stories India
1 14 JEE મુખ્ય પરીક્ષાની તારીખોમાં ફેરફાર,જાણો વિગત

JEE મુખ્ય પરીક્ષા 2022માં ભાગ લઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ સત્ર-1 અને સત્ર-2 બંને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. આ માટે એજન્સીએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે નોટિસ પણ જારી કરી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને તેને ચકાસી શકે છે.

NTAએ કહ્યું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલી માંગને ધ્યાનમાં રાખીને, JEE મેઈન 2022ના સત્ર એક અને સત્ર બેની તારીખો બદલવામાં આવી છે. JEE Mains 2022 સત્ર -1 પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. JEE Mainsના પ્રથમ સત્રની પરીક્ષા એપ્રિલ મહિનાની 21, 24, 25, 29 અને મેં મહિનાની 1 અને 4 તારીખે યોજાવાની હતી પરંતુ, હવે પરીક્ષા જૂન મહિનાની 20 તારીખથી શરુ થશે 29 તારીખ સુધી લેવામાં આવશે. તે જ સમયે બીજા સત્રની પરીક્ષા જુલાઈ મહિનાની 21-30 સુધી લેવામા આવશે