CBI Raids/ યુકો બેન્કના 67 ઠેકાણા પર CBIના દરોડા, 43 ડિજીટલ ડિવાઈસ કબજે

સીબીઆઈના અધિકારીઓ તરફથી આ દરોડા સંદર્ભે જણાવાયું હતું કે બુધવારે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આ દરોડા એ લોકો પર કેન્દ્રિત હતા જેમણે યુકો બેન્ક આઈએમપીએસ લેવડદેવડમાં નાણાં પ્રાપ્ત કર્યા હતા અને બેન્કને પરત કર્યા ન હતા.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 07T191327.221 યુકો બેન્કના 67 ઠેકાણા પર CBIના દરોડા, 43 ડિજીટલ ડિવાઈસ કબજે

New Delhi News: પબ્લિક સેક્ટરની યુસીઓ (યુકો) બેન્કના શંકાસ્પદ આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન મામલે સીબીઆઈએ બે રાજ્યોમાં 67 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ ટ્રાન્ઝેક્શનને લઈને યુકો બેન્ક અને આઈડીએફસી સંબંધિત અંદાજે 130 દસ્તાવેજો સાથે 43 ડિજીટલ ડિવાઈસ, 30 મોબાઈલ ફોન, 2 હાર્ડ ડિસ્ક અને ઈન્ટરનેટ ડોંગલ પણ દરોડા દરમિયાન કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાથે સંકાળાયેલું છે.

UCO Bank surges 5% after Iran oil payment right grants Rs 14,000 crore  bonanza

ગયા વર્ષે નવેમ્બર 2023માં આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તપાસ બાદ દરોડાના આ મોટા સમાચાર સામે આવ્યા છે. સીબીઆઈ દ્વારા આ દરોડા રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાડવામાં આવ્યા છે.  યુકો બેન્કના અલગ અલગ એકાઉન્ટમાંથી આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. એક અખબારના અહેવાલ મુજબ આ મામલો 8,53,049 થી વધુ આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલો છે, જેના દ્વારા આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ તમામ ટ્રાન્ઝેક્શન ગયા વર્ષે 10 નવેમ્બર થી 13 નવેમ્બર 2023 દરમિયાન કરવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું છે કે સાત ખાનગી બેન્કોના 14,600 એકાઉન્ટમાંથી ખોટી રીતે યુકો બેન્કના 41,000 એકાઉન્ટ હોલ્ડરના ખાતાઓમાં આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.

તાત્કાલિક રકમ ચુકવણીની સેવા એટલેકે આઈએમપીએસ બેન્ક તરફથી આપવામાં આવતી એ સર્વિસ હોય છે જેના દ્વારા લોકોને ઈન્ટરનેટ અને ફોન બેન્કિંગના માધ્યમથી તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. રિયલ ટાઈઅ લેવડદેવડ થતી હોવાથી મોટાભાગના લોકો આ પેમેન્ટ સર્વિસનો જ ઉપયોગ કરે છે. જોકે આ સર્વિસના માધ્યમથી રકમ ટ્રાન્સફર કરવા માટે બેન્ક તરફથી એક લિમીટ પણ સેટ કરવામાં આવે છે. જેને કારણે વધુ રકમની લેવડદેવડ થતી નથી.

સીબીઆઈના અધિકારીઓ તરફથી આ દરોડા સંદર્ભે જણાવાયું હતું કે બુધવારે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આ દરોડા એ લોકો પર કેન્દ્રિત હતા જેમણે યુકો બેન્ક આઈએમપીએસ લેવડદેવડમાં નાણાં પ્રાપ્ત કર્યા હતા અને બેન્કને પરત કર્યા ન હતા. સીબીઆઈના પ્રવક્તા તરફથી કહેવાયું હતું કે આ પહેલા નવેમ્બર 2023માં પણ કોલકાતા અને મેંગલોરમાં ખાનગી વ્યક્તિઓ અને યુકો બેન્કના અધિકારીઓ સાથે સંકળાયેલા 13 ઠેકાણાં પર  દરોડા પાડવામાં આવ્યા હતા.

સરકારી બેન્કોના શેરો પર સીબીઆઈના આ દરોડાના સમાચારને પગલે અસર પડી છે. ગુરૂવારે યુકો બેન્કના શેર શેરબજારમાં શરૂઆત સાથે 58.90 રૂપિયા પર ખુલ્યા હતા અને બજાર બંધ થયું ત્યારે 2.48 ટકાના ઘટાડા સાથે 57.10 રૂપિયા પર બંધ થયું હતું. આ બેકીંગ શેરનો ઓલ ટાઈમ હાઈ લેવલ 70.65 રૂપિયા અને લો લેવલ 22.25 રૂપિયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :Ind Vs Eng Match/ યશસ્વી જયસ્વાલે 1000 રન પૂરા કર્યા, કુલદીપ યાદવની પાંચ વિકેટ

આ પણ વાંચો :ભારત સરકારે લશ્કર-એ-તોઈબાનો સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો