Not Set/ ૨૬૭૫ કિલો ડુંગળી વેંચીને ખેડૂતે કમાયા માત્ર ૬ રૂપિયા, સીએમને મોકલ્યા રૂપિયા

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવના લીધે ખેડૂતોને દર વખતે નિરાશ થવાનો વારો આવે છે. હાલમાં જ એક ખેડૂતે ડુંગળી વેંચીને માત્ર ૬ રૂપિયા કમાયા છે. ખેડૂતે સરકાર પ્રતિ વિરોધ બતાવવા માટે એક નવો પ્રયોગ અપનાવ્યો છે. આ મામલો અહમદનગર જીલ્લાનો છે. અહી રહેબર ખેડૂત શ્રેયસ અભાલેએ રવિવારે સંગમનેર થોક જીલ્લામાં ૨૬૭૫ કિલો ડુંગળી એક રૂપિયો પ્રતિ કિલોના […]

Top Stories India Trending Politics
26onion ૨૬૭૫ કિલો ડુંગળી વેંચીને ખેડૂતે કમાયા માત્ર ૬ રૂપિયા, સીએમને મોકલ્યા રૂપિયા

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવના લીધે ખેડૂતોને દર વખતે નિરાશ થવાનો વારો આવે છે. હાલમાં જ એક ખેડૂતે ડુંગળી વેંચીને માત્ર ૬ રૂપિયા કમાયા છે. ખેડૂતે સરકાર પ્રતિ વિરોધ બતાવવા માટે એક નવો પ્રયોગ અપનાવ્યો છે.

Image result for onion in market

આ મામલો અહમદનગર જીલ્લાનો છે. અહી રહેબર ખેડૂત શ્રેયસ અભાલેએ રવિવારે સંગમનેર થોક જીલ્લામાં ૨૬૭૫ કિલો ડુંગળી એક રૂપિયો પ્રતિ કિલોના ભાવે વેંચી હતી. આટલા ભાવમાં ડુંગળી વેંચ્યા બાદ મજુરી અને તેના આવા જવાનો ખર્ચો બાદ કરતા તેની પાસે માત્ર ૬ રૂપિયા વધ્યા છે.

શ્રેયસે આ રૂપિયા મુખ્યમંત્રીને મોકલ્યા છે.

તો બીજી તરફ ૫ ડીસેમ્બરના રોજ નાસિકના અંદરસુલ ગામના એક ખેડૂતે ૫૧ પૈસા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેંચીને જે પૈસા આવ્યા હતા તે સીએમ દેવેન્દ્ર ફડણવીસને મોકલ્યા હતા.

ગયા બે દિવસોમાં બે ખેડૂતોએ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા આત્મહત્યા કરી છે.