Not Set/ મહિલા એશિયા કપ ટી-૨૦ : પાકિસ્તાનને ૭ વિકેટે હરાવી ભારતે ફાઈનલની મેળવી ટિકિટ

કુઆલાલમ્પુર, શનિવારે રમાયેલા મહિલા એશિયા કપ ટી-૨૦ની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે એક તરફી મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭ વિકેટે હરાવી ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ફાઈનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. કુઆલાલમ્પુરના કિનારે એકેડમી ઓવલ મેદાન ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની મહિલા ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને માત્ર ૭૨ રન […]

Trending Sports
DfPYhwnVMAEzd2H મહિલા એશિયા કપ ટી-૨૦ : પાકિસ્તાનને ૭ વિકેટે હરાવી ભારતે ફાઈનલની મેળવી ટિકિટ

કુઆલાલમ્પુર,

શનિવારે રમાયેલા મહિલા એશિયા કપ ટી-૨૦ની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે એક તરફી મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭ વિકેટે હરાવી ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ફાઈનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

કુઆલાલમ્પુરના કિનારે એકેડમી ઓવલ મેદાન ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની મહિલા ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને માત્ર ૭૨ રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી નસના મીરે સૌથી વધુ અણનમ ૨૦ રન બનાવ્યા હતા, જયારે ટીમની સાત મહિલા બેટ્સમેન રનમાં ડબલનો આંકડો પણ વટાવી શક્યા ન હતા.

જયારે ભારત તરફથી બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા એકતા બિષ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને “મેન ઓફ ધ મેચ” એવોર્ડ અપાયો હતો.

પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૭૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય મહિલા ટીમે આ સ્કોરને ૧૬.૧ ઓવરમાં ૩ વિકેટના નુકશાને વટાવ્યો હતો અને ૨૩ બોલ બાકી રાખતા જ શાનદાર જીત મેળવી હતી.

૭૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી અને પાકિસ્તાનના ઝડપી બોલર અનામ આમિને મિતાલી રાજ અને દિપ્તી શર્માને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગા કર્યા હતા.

DfPlSLPVAAA6OuO મહિલા એશિયા કપ ટી-૨૦ : પાકિસ્તાનને ૭ વિકેટે હરાવી ભારતે ફાઈનલની મેળવી ટિકિટ

જો કે ત્યારબાદ મહિલા ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના (૩૮) અને કેપ્ટન હરમનપ્રીત કોર (૩૪*)ની જોડીએ ભારતીય ટીમને સ્કોર સુધી પહોચાડી હતી અને ફાઈનલમાં પોતાનું સ્થાન ફિક્સ કર્યું હતું.