PSL 2022/ પાકિસ્તાન સુપર લીગમાં જોવા મળ્યો ધોનીનો હેલિકોપ્ટર શોટ, Video

ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમતા અફઘાનિસ્તાનનાં બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે આવો હેલિકોપ્ટર શોટ માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. તેનો શોટ મહેન્દ્ર સિંહ ધોનીનાં હેલિકોપ્ટર શોટની યાદ અપાવે છે.

Sports
1 2022 02 01T070701.310 પાકિસ્તાન સુપર લીગમાં જોવા મળ્યો ધોનીનો હેલિકોપ્ટર શોટ, Video

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2022માં ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકોપ્ટર શોટ જોવા મળ્યો હતો. હેલિકોપ્ટર શૉટ ધોનીનો સિગ્નેચર શૉટ હોવાનું કહેવાય છે અને આ જ શૉટ રવિવારે રમાયેલી ઈસ્લામાબાદ યુનાઈટેડ અને પેશાવર ઝાલ્મી વચ્ચે PSL 2022ની મૅચમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – કોરોના અપડેટ / દિલ્હીમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 2 હજારથી વધુ કેસ,38 દર્દીઓના મોત

ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમતા અફઘાનિસ્તાનનાં બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે આવો હેલિકોપ્ટર શોટ માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. તેનો શોટ મહેન્દ્ર સિંહ ધોનીનાં હેલિકોપ્ટર શોટની યાદ અપાવે છે. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019માં રમી હતી. ઓગસ્ટ 2020માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. રહેમાનુલ્લાહનાં શોટ વિશે વાત કરીએ તો, તે ઈસ્લામાબાદ યુનાઈટેડની ઈનિંગની 15મી ઓવર હતી, સોહેલ ખાન બોલિંગ કરી રહ્યો હતો અને તેણે ફુલ લેન્થ બોલ ફેંક્યો.

આ પણ વાંચો – કિશન ભરવાડ હત્યા કેસ /  કોણ છે મૌલાના ખાદિમ રિઝવી ? જેના ઝેર ઓકતા વીડિયો જોઈ કિશન ભરવાડની હત્યા કરવા મજબૂર બન્યા હત્યારા ? 

ગુરબાઝે ખરાબ બોલનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને હેલિકોપ્ટર શોટ માર્યો અને પોતાના અને ટીમનાં ખાતામાં છ રન ઉમેર્યા. ગુરબાઝે 16 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. પેશાવર ઝાલ્મીએ 20 ઓવરમાં છ વિકેટે 168 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈસ્લામાબાદ યુનાઈટેડે 15.5 ઓવરમાં એક વિકેટે 172 રન બનાવ્યા હતા અને 9 વિકેટે મેચ જીતી લીધી હતી.