Not Set/ અંતિમ ટી-૨૦માં ભારતની જીત સાથે જ રોહિત શર્માએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે, કોહલી-ધોનીને પણ છોડ્યા પાછળ

ચેન્નઈ, ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ૬ વિકેટે વિજય થયો હતો. આ શાનદાર જીત સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો સફાયો કરતા ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું છે. જો કે ત્રીજી ટી-૨૦ મેચમાં ભારતને મળેલી આ જીત સાથે જ કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ ઉપલબ્ધિ હાંસલ […]

Trending Sports
rohit sharma 1 અંતિમ ટી-૨૦માં ભારતની જીત સાથે જ રોહિત શર્માએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે, કોહલી-ધોનીને પણ છોડ્યા પાછળ

ચેન્નઈ,

ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ૬ વિકેટે વિજય થયો હતો. આ શાનદાર જીત સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો સફાયો કરતા ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું છે.

જો કે ત્રીજી ટી-૨૦ મેચમાં ભારતને મળેલી આ જીત સાથે જ કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.

ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રો-હિત શર્માએ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે પ્રથમ ૧૨ મેચમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે અને વિરાટ કોહલી તેમજ એમ એસ ધોનીને પાછળ છોડી દીધા છે.

આ જીત સાથે જ રોહિત શર્માએ કેપ્ટન તરીકે ૧૨ મેચમાં સૌથી વધુ ૧૧ મેચ જીતી લીધી છે.

રોહિત શર્માએ આ ખાસ ઉપલબ્ધિ હાંસલ કર્યા બાદ માઈકલ ક્લાર્ક, શોએબ મલિક, સરફરાજ અહેમદ અને અસગર અફગાન સહિતના દુનિયાના કેપ્ટનોને પણ પાછળ છોડી દીધા છે.

જો કે ભારત તરફથી સૌથી વધુ ટી-૨૦ મેચ જીતવાનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીના નામે છે. ધોનીએ કુલ ૪૧ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં જીત મેળવી છે.