ગુજરાત/ વલસાડમાં વરસાદે લીધો વિરામ : મેઘતાંડવથી થયો વિકાસનો વિનાશ

આમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત એક અઠવાડિયા સુધી જામેલી વરસાદની હેલીને કારણે નદી નાળાઓ હવે શાંત થયા છે પરંતુ આ અંતરિયાળ પહાડી વિસ્તારમાં ચાર દિવસ સુધી મેઘરાજા બોલાવેલી સટાસટી બાદ હવે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે

Gujarat Others Trending
વલસાડ

વલસાડ જિલ્લામાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. જિલ્લાના ઉપરવાસ કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ મેઘરાજાએ થોડો વિરામ લેતા હવે તોફાની સ્વરૂપે વહી રહેલા નદી નાળાઓ  પણ શાંત થયા છે જોકે ભારે વરસાદ વખતે નદી નાળાઓ ઉપર લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળેલા  પાણી પણ હવે  ઉતર્યા છે.  પાણી ઉતર્યા બાદ અંતરિયાળ વિસ્તારમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

વલસાડ

કપરાડા તાલુકાનાં અંતરિયાળ પહાડી વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં  આવેલ  વાડીગામના મધ્યમાંથી પસાર થતી ખાડી પણ સતત ચાર દિવસ સુધી તોફાની સ્વરૂપે વહી રહી હતી આથી ખાડી પર બનાવવામાં આવેલા પુલ પર પાણી ફરી વળ્યા હતા. પાણી ઓસરતાં વાડી ગામમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાડીના પાણીએ નાના પુલનું  ધોવાણ કર્યું છે. પુલનો મોટો ભાગ ખાડીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.  જ્યારે આ ખાડી તોફાની સ્વરૂપે વહી રહી હતી એ વખતે પણ એક જીપ ચાલકે બેદરકારી ભરી રીતે જીવને જોખમમાં મૂકી અને આ ખાડી પસાર કરવા પ્રયાસ કર્યો હતો એ વખતે  પાણીના વહેણની નીચે પુલ ધોવાઈ ગયો હોવાથી જીપ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી. સદનસીબે જીપમાં સવાર ચાલકને અને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પાણી ઉતર્યા બાદ ચોકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પુલ આખો ધોવાઈ ગયા છતાં વાહન વ્યવહાર અને લોકોની પણ  અવરજવર પણ બંધ થઈ ગઈ છે તેમ છતાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને વાહનચાલકો અને રાહદારીઓ ખાડી નજીકથી પસાર થતા વહેણમાંથી પસાર થવું પડે છે. બીજી બાજુ કપરાડા તાલુકાના માંડવા ગામના મધ્યમાંથી પસાર થતી કોતરખાડી પણ ચાર દિવસ સુધી તોફાની સ્વરૂપે વહી રહી હતી આથી આ  કોતર પર બનાવવામાં આવેલો લો લેવલ કોઝવેનું મોટાપાયે ધોવાનું થયું છે. આ નાના પુલ ઉપરના પડને પાણીના ધસમસતા પ્રવાહે ધોઈ નાખ્યો છે. આથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. જેને કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડ

આમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત એક અઠવાડિયા સુધી જામેલી વરસાદની હેલીને કારણે નદી નાળાઓ હવે શાંત થયા છે પરંતુ આ અંતરિયાળ પહાડી વિસ્તારમાં ચાર દિવસ સુધી મેઘરાજા બોલાવેલી સટાસટી બાદ હવે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અનેક વિસ્તારોમાં નદીના મુખ્ય રસ્તાઓ અને નાના પુલનું ધોવાણ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ ભારે વરસાદ, મહારાષ્ટ્રના છ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર