કચ્છ/ 70 વર્ષની વૃધ્ધાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બધાયું: દીકરાને જન્મ આપ્યો

વયોવૃદ્ધ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી પારણું બંધાયું છે. એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજ માં ખુશી વ્યાપી છે. 

Top Stories Gujarat Trending
70 વર્ષની વૃધ્ધાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બધાયું: દીકરાને જન્મ આપ્યો

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના વયોવૃદ્ધ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી પારણું બંધાયું છે. એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજ માં ખુશી વ્યાપી છે.

આજના વૈજ્ઞાનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી. કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડો.નરેશ ભાનુશાલીએ એક 70 વર્ષની મહિલા જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્ન ને 45 વર્ષ થી વધુ સમય વીતી જતા બધી રીતે સુખી હતા. પણ શેર માટી ની ખોટ હતી. ની: સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રયા હતા કે ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે પણ સમય બહુ વીતી જતા અંતે આ વયોવૃદ્ધ દંપતી એ ભુજ ની એક ખાનગી હોસ્પિટલ ના ગાયનેક ડો.નરેશ ભાનુશાલી નો સંપર્ક કર્યો હતો.

varun gandhi 16 70 વર્ષની વૃધ્ધાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બધાયું: દીકરાને જન્મ આપ્યો

અને મોટી ઉમર થઈ જતા આ દંપતી ને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુંબેન રબારી એ ટીટમેન્ટ શરૂ કરી હતી.

આ ટીટમેન્ટના અંતે જીવુંબેન રબારીએ પુત્રને જન્મ આપતા બુજર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજી થી પહેલી ટ્રાયલએ બાળક રહી ગયું હતું.  રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર નથી રહ્યો.

75 વર્ષના માલધારી વાલા ભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટર નો આભાર માન્યો હતો. તો પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટી ની ખોટ પુરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો ” રાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉપરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ લાવી હતી.

ભુજના સ્ત્રી રોગ ડો.નરેશ ભાનુશાલી એ આ વૃધ્ધાને જણાવ્યું હતું કે આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસા બહુ જૂજ જોવા મળતા હોય છે.  દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો ભરસો રાખ્યો હતો.