Not Set/ શું તમારા WhatsApp પર છે ઇઝરાઇલી સોફ્ટવેર કંપનીની નજર? જાણો કોણ બન્યુ શિકાર

WhatsApp એ ઘણા ભારતીય પત્રકારો અને સામાજિક કાર્યકરોને કહ્યું છે કે, તેઓની ઇઝરાઇલી સોફ્ટવેર કંપની દ્વારા જાસૂસી કરવામાં આવી હતી. આ જાસૂસી લોકસભાની ચૂંટણી દરમિયાન થઇ હતી. જાસૂસી કરાયેલા લોકોનાં નામની વિચારણા કર્યા પછી, શંકા ઉંભી થાય છે કે સરકારે આમાં કોઈ ભૂમિકા ભજવી છે કે કેમ? જો કે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ કહે છે […]

Top Stories India
whatsapp11 શું તમારા WhatsApp પર છે ઇઝરાઇલી સોફ્ટવેર કંપનીની નજર? જાણો કોણ બન્યુ શિકાર

WhatsApp એ ઘણા ભારતીય પત્રકારો અને સામાજિક કાર્યકરોને કહ્યું છે કે, તેઓની ઇઝરાઇલી સોફ્ટવેર કંપની દ્વારા જાસૂસી કરવામાં આવી હતી. આ જાસૂસી લોકસભાની ચૂંટણી દરમિયાન થઇ હતી. જાસૂસી કરાયેલા લોકોનાં નામની વિચારણા કર્યા પછી, શંકા ઉંભી થાય છે કે સરકારે આમાં કોઈ ભૂમિકા ભજવી છે કે કેમ?

જો કે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ કહે છે કે, ભારતનાં નાગરિકોની ગોપનીયતામાં વોટ્સએપ પર ઉલ્લંઘન થવાને લઇને સરકાર ચિંતિત છે. આ અંગે WhatsApp સાથે વાત કરવામાં આવી છે અને તેમને પૂછ્યું છે કે તેઓ લાખો ભારતીયોની ગુપ્તતાને સુરક્ષિત રાખવા માટે શું કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ, ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે વોટ્સએપ દ્વારા ઘણા સામાજિક કાર્યકરો અને પત્રકારોની જાસૂસી કરવામાં આવી છે. થોડા જ કલાકોમાં જાસૂસી કરાયેલા તે લોકોનાં નામ પણ સામે આવવા લાગ્યા. તેમાંથી ઘણા લોકો એવા છે કે જેઓ નક્સલવાદ અથવા માનવાધિકાર આંદોલન પ્રત્યે સહાનુભૂતિ રાખતા હોવાના આરોપસર સરકારનાં નિશાના પર રહ્યા છે. દાખલા તરીકે, ભીમા કોરેગાંવ કેસનાં આરોપીઓનાં વકીલો નિહાલસિંહ રાઠોડ અને શાલિની ગેરે જણાવ્યું હતું કે તેમની જાસૂસી કરવામાં આવી રહી હોવાનો સંદેશ મળ્યો હતો.

આ કેસમાં ધરપકડ કરાયેલ લેખક અને પ્રોફેસર આનંદ તેલતુંબડે પણ કહ્યું હતું કે તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. છત્તીસગઢમાં આદિવાસીઓ વચ્ચે કામ કરી રહેલા કેટલાક લોકો છે – જેમ કે વકીલ ડિગ્રી ચૌહાણ અને સામાજિક કાર્યકર બેલા ભાટિયા. ડાબેરી સંગઠનો પર લખનારા દિલ્હી યુનિવર્સિટીનાં પ્રોફેસરે પણ કહ્યું કે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. વોટ્સએપ અનુસાર આ જાસૂસી 29 એપ્રિલથી 10 મેની વચ્ચે થઈ હતી. તે સમયે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. વોટ્સએપ કહે છે કે તેમને મે મહિનામાં તેની જાણ થઈ અને પછી તેઓએ તેને બ્લોક કરી દીધુ. આ પછી, વોટ્સએપનાં સહયોગથી આ મામલાની તપાસ કરનાર ગ્રુપ સિટીઝન લેબે લોકોનો સંપર્ક શરૂ કર્યો. આ અઠવાડિયે, વોટ્સએપે દરેક વ્યક્તિને તેના ફોન નિશાના પર હોવાનું જણાવ્યું હતું.

જેમને નિશાનો બનાવવામાં આવેલ છે તેમની પસંદગીને જોતા આની પાછળ સરકારની ભૂમિકા હોવાની શંકા વધારે તીવ્ર બની છે. પરંતુ સરકારે એક પછી એક નિવેદનો આપીને આમાં તેમની ભૂમિકાને નકારી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે ટ્વીટ કર્યું છે. સરકારે એમ પણ કહ્યું કે આ એક અમેરિકન કંપની, વોટ્સએપ અને એક ઇઝરાઇલી કંપની વચ્ચેનો મામલો છે. આપને જણાવી દઈએ કે ભારતમાં 400 મિલિયન સક્રિય વોટ્સએપ યૂઝર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.