Not Set/ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ચીની એપ પર પ્રતિબંધને ભારત માટે ગણાવી એક મોટી તક

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે આપણે ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ પરનો પ્રતિબંધ એક તક તરીકે લેવો જોઈએ. પ્રસાદે બુધવારે કહ્યું કે, પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે, મને લાગે છે કે આ એક મોટી તક છે. શું આપણે એવું કંઈક નહીં લાવી શકીએ જે ભારતીઓએ બનાવ્યું હોય? હવે આપણે વિદેશી એપ્લિકેશનનો ટેકો […]

India
0ac9fa8eba9dc43e99e4c3f1c4f88214 કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ચીની એપ પર પ્રતિબંધને ભારત માટે ગણાવી એક મોટી તક
0ac9fa8eba9dc43e99e4c3f1c4f88214 કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ચીની એપ પર પ્રતિબંધને ભારત માટે ગણાવી એક મોટી તક

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે આપણે ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ પરનો પ્રતિબંધ એક તક તરીકે લેવો જોઈએ. પ્રસાદે બુધવારે કહ્યું કે, પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે, મને લાગે છે કે આ એક મોટી તક છે. શું આપણે એવું કંઈક નહીં લાવી શકીએ જે ભારતીઓએ બનાવ્યું હોય? હવે આપણે વિદેશી એપ્લિકેશનનો ટેકો છોડવો જોઈએ. આપણે પોતાની એપ્લિકેશનો બનાવી અને વિદેશી એપ્લિકેશન્સ પરની નિર્ભરતાને દૂર કરવાનુ રહેશે.

ભારત સરકારે 29 જૂને 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જે હવે પ્રતિબંધિત છે. આમાં યુસી બ્રાઉઝર, વીચેટ, બ્યુટીકેમ, શેરઇટ અને કેમ સ્કેનર સહિતની એપ્લિકેશનો શામેલ છે. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમને ઘણા સ્રોતોથી આ એપ્સ વિશે ફરિયાદો મળી હતી. Android અને iOS પર, આ એપ્લિકેશન્સ લોકોનાં વ્યક્તિગત ડેટામાં પણ દખલ કરી રહી હતી. આ એપ્સ પરનાં નિયંત્રણો ભારતનાં મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝર્સને સુરક્ષિત કરશે. ભારતની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે તે જરૂરી છે. સરકારની અખબારી યાદીમાં ક્યાંય પણ ચીનનો ઉલ્લેખ નથી, પરંતુ જે એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ચીનમાં બનાવવામાં આવે છે અથવા તો ચીની કંપનીઓની માલિકીની છે.