Not Set/ તપાસ માટે WHOની ટીમમાં ભારતીય વૈજ્ઞાનિક સામેલ,તપાસમાં ભારતે રસ દાખવ્યો

WHO એ ભારતીય ટીમના વૈજ્ઞાનિકો  અને વરિષ્ઠ રોગચાળાના નિષ્ણાત ડો. રમણ ગંગાખેડકરને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

Top Stories
corona તપાસ માટે WHOની ટીમમાં ભારતીય વૈજ્ઞાનિક સામેલ,તપાસમાં ભારતે રસ દાખવ્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસની ઉત્પત્તિ શોધવા માટે એક નવી સમિતિની રચના કરી છે. તે વિશ્વમાં કોરોના વાયરસના મૂળના રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરશે. વિશ્વભરના 26 વૈજ્ઞાનિકોના નામ તેના સભ્યો તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જેમાં ચીનની વુહાન લેબની તપાસ કરનાર પ્રથમ ટીમના સભ્યોનો સમાવેશ થાય છે.

આ મામલે ભારતે કહ્યું છે કે તે બધાની સંમતિથી કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધિત વિસ્તૃત તપાસમાં રસ દાખવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા વૈજ્ઞાનિક સલાહકાર જૂથની રચનાની જાહેરાત કર્યા બાદ આ વાત કરી હતી.

WHO એ ભારતીય ટીમના વૈજ્ઞાનિકો  અને વરિષ્ઠ રોગચાળાના નિષ્ણાત ડો. રમણ ગંગાખેડકરને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ડબ્લ્યુએચઓ કહે છે કે વૈજ્ઞાનિકો સલાહકાર જૂથ વાયરસની ઉત્પત્તિ તેમજ તેના અન્ય સ્વરૂપોના સંપર્કમાં આવવાના કેસની તપાસ કરશે.

WHO દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી નવી ટીમમાં કુલ 26 વૈજ્ાનિકો છે, જેમાં ભારત, અમેરિકા, ચીન અને વિશ્વના અન્ય દેશોના વૈજ્ઞાનિકો સામેલ છે. તેઓ શોધી કાશે કે કોરોના વાયરસે પ્રથમ માનવને કેવી રીતે ચેપ લગાવ્યો. વાયરસનું અન્ય સ્વરૂપ કેવી રીતે ઉદ્ભવ્યું? ડો. રમણ ગંગાખેડકર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના રોગચાળા અને ચેપી રોગો વિભાગના ભૂતપૂર્વ વડા રહી ચૂક્યા છે.