જાહેરાત કરશે!/ કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની તૈયારીમાં,ટૂંક સમયમાં કરાશે મોટી જાહેરાત

મોદી સરકાર મોંઘવારીના મોરચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે

Top Stories India
3 23 કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની તૈયારીમાં,ટૂંક સમયમાં કરાશે મોટી જાહેરાત

મોદી સરકાર મોંઘવારીના મોરચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેલના ભાવમાં છથી દસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. તે જાણીતું છે કે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. કાચા તેલની કિંમતમાં પણ ઘટાડો થયો છે, જેનો ફાયદો હવે સરકાર જનતાને આપવાની તૈયારી કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટૂંકમાં મોટી જાહેરાત કરી શકે છે, હવે પેટ્રોલ-ડીઝલમાં જનતાને રાહત આપશે, લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકિ હોવાથી સરકાર આ મોટી રાહત પ્રજાને આપી શકે છે. મોદી સરકાર ત્રીજા ટર્મ જીતવા માટેે કોઇ કસર છોડવા માંગતી નથી.

આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ

આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો