UP Election/ અખિલેશ યાદવ કેવી રીતે જીતશે યુપીમાં 300 બેઠક, જણાવી તેમને ફોર્મ્યુલા

મુખ્ય વિપક્ષી દળ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ રથયાત્રા કાઢીને હવે મતદારોને લોભાવવા માટે નીકળી પડ્યા છે. તેઓ પોતાના પ્રચાર દરમિયાન કહેતા હતા કે, 2022 ની ચૂંટણી દરમિયાન તેમને 300 બેઠકો મળશે

Top Stories India
akhilesh yadav up election 2022 અખિલેશ યાદવ કેવી રીતે જીતશે યુપીમાં 300 બેઠક, જણાવી તેમને ફોર્મ્યુલા

યુપી વિધાનસભા 2022 માટે હવે રાજનૈતિક દળોએ કમર કસવાની શરૂઆત કરી દીધી છે. મુખ્ય વિપક્ષી દળ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ રથયાત્રા કાઢીને હવે મતદારોને લોભાવવા માટે નીકળી પડ્યા છે. તેઓ પોતાના પ્રચાર દરમિયાન કહેતા હતા કે, 2022 ની ચૂંટણી દરમિયાન તેમને 300 બેઠકો મળશે અને તેમણે આ અંગેની ફોર્મ્યુલા પણ જાહેર કરી છે. પરંતુ અહીં એ નોંધવું ખાસ જરૂરી છે કે, 2017 માં ભાજપ યુપીમાં 14 વર્ષ બાદ સત્તામાં આવ્યું છે અને ઐતિહાસિક ઘટના એ છે કે એસપી અને બીએસપી જેવા પક્ષોનો સીધો જ સફાયો થઇ ગયો હતો.

કેવી રીતે જીતશે 300 બેઠક?

અખિલેશે જણાવ્યું છે કે, તેમને ખબર પડી છે કે, ભાજપ પોતાના 150 ધારાસભ્યની ટિકિટ કાપવાનું છે. સૌને ખબર છે કે, 100 ધારાસભ્ય વિધાનસભામાં યોગી આદિત્યનાથ સામે ધરણા પર બેઠા છે.તેમની પાર્ટી પાસે 50 ધારાસભ્ય છે અને તેમની પાર્ટી આ ગણિતથી 300 બેઠકને પાર થઇ જશે. તેમણે કહ્યું છે કે, વર્ષ 2022 માં ભાજપનું જનતા સાંભળવાની નથી. 2017 માં તેમની પાર્ટી પોતાના કામોનો યોગ્ય રીતે જનતાની વચ્ચે રાખી શકી નથી. ભાજપે જુમલાની રાજનીતિ કરીને લોકોને ભડકાવી દીધા છે.

હવે આ તો દાવો કરવાની વાત છે પરંતુ હવે જાણકાર લોકો શું કહે છે અને સમજે છે તે પણ જાણવું જરૂરી છે. જાણકારોનું કહેવું છે કે, એક દળ ચૂંટણી પ્રચારના પરિણામો સુધીની વાત કહી રહ્યું છે તો તેના પાછળ ત્રણ કારણો છે. પહેલી વાત કે જનતાની વચ્ચે જઈને સંદેશ આપવો કે તેમની એક માત્ર પાર્ટી છે કે સત્તા પક્ષને પડકાર આપવા માટે સક્ષમ છે, બીજીવાત એ છે કે પાર્ટીના કાર્યકર્તાઓનો જોશ અને ઉમળકો અને તેમને ઉત્સાહિત રાખે.

યુપીના હાલના રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, વિપક્ષ જેટલો વિખરાયેલો રહેશે તેટલું જ ભાજપ માટે ચૂંટણી લડવી સરળ રહેશે. આ ઉપરાંત વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પર નજર કરીએ તો ખબર પડે છે કે, વિપક્ષના ગઠબંધન બાદ ભાજપે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેમના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, વિપક્ષ માત્ર જાતિ આધારિત રાજકારણ અથવા પંથની રાજનીતિ દ્વારા ભાજપને પડકાર આપી શકે તેમ નથી.