ગુજરાત/ સુરેન્દ્રનગર ના પાટડી તાલુકાના ચાર પોલીસ સ્ટેશનમાં ૨૦૩ ના મજુર મહેકમ સામે ૧૨૩ જગ્યાઓ ખાલી..

પાટડી તાલુકાના ચાર પોલિસ સ્ટેશનમાં 203 પોલિસના મહેકમ સામેં માત્ર 80નો જ સ્ટાફ હાજર

Gujarat Others
Untitled 336 સુરેન્દ્રનગર ના પાટડી તાલુકાના ચાર પોલીસ સ્ટેશનમાં ૨૦૩ ના મજુર મહેકમ સામે ૧૨૩ જગ્યાઓ ખાલી..

પાટડી તાલુકાનો સમયની સાથે વિવિધ ક્ષેત્રે વિસ્તાર થયો છે. પરંતુ પ્રજાની રક્ષણની જવાબદારી જેમના શીરે છે એવું પોલિસ તંત્ર ઠેરનું ઠેર છે. 2001થી અત્યાર સુધીમાં પાટડી તાલુકામાં 15% વસ્તી વધી છે. જ્યારે પોલિસ ચોપડે આજેય 60%ની ઘટ નોંધાયેલી છે. જેના લીધે ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે એ પર નરી વાસ્તવિકતા છે.

પાટડી તાલુકાનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વિકાસ વધવાની સાથે તાલુકાની વસ્તી પણ કુદકેને ભ્રુસકે વધી રહી છે. બીજી બાજુ વસ્તી વધવાના કારણે ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી સહિતના ગુન્હાઓમાં ચોંકાવનારો વધારો થયો છે. તેના લીધે ક્રાઇમ રેટ પણ વધી રહ્યોં છે. પાછલા કેટલાક દિવસોથી પાટડીમાં બંધ મકાનોના તાળા તૂટવા સહિત ચોરી, લૂંટફાટ અને ખંડણીના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે.

આવા સમયે સ્વાભાવિક છે કે નાગરિકો સલામતી માટે પોલિસ પાસે અપેક્ષા રાખે. પરંતુ પાટડી તાલુકાની 2001ની વસ્તી 168490 હતી. જે 2011માં વધીને 180560 થઇ હતી. અને છેલ્લે 2017માં આ આંકડો વધીને 192392 સુધી પહોંચ્યોં છે. એટલે કે 2001થી 2017 સુધીમાં પાટડી તાલુકાની વસ્તીમાં 15%નો વધારો નોંધાયો હતો.

જ્યારે પાટડી તાલુકાના તાબામાં આવતા ચાર પોલિસ મથકો જેમાં પાટડી, દસાડા, ઝીંઝુવાડા અને માલવણ પોલિસ મથકમાં પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબેલ અને પોલિસ કોન્સ્ટેબલ તથા મહિલા પોલિસ મળી કુલ 203ના મહેકમ સામેં માત્ર 80 પોલિસ સ્ટાફ જ હાજર છે. એટલે એક બાજુ 17 વર્ષમાં વસ્તી 15% વધી,ને બીજી બાજુ પોલિસ બેડામાં 60%ની તોતીંગ ઘટ હોવાથી હાલમાં પોલિસ અધિકારીઓની સ્થિતી સેન્ડવીચ જેવી બનવા પામી છે

છેલ્લે 2017માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર પાટડી તાલુકાની વસ્તી 192392 નોંધાયેલી છે. બીજી બાજુ પાટડી તાલુકાના તાબામાં આવતા ચાર પોલિસ મથકોમાં 203ના મહેકમ સામેં માત્ર 80નો પોલિસ સ્ટાફ જ હાજર છે. આથી તાલુકામાં દર 2500 વ્યક્તિ સામેં એક પોલિસ હોવાની ચોંકાવનારી હકિકતો સામેં આવી છે.

પુરૂષોની સાથે સાથે મહિલાઓમાં પણ ક્રાઇમની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી છે. જેમાં મહિલા ગુન્હેગારને પકડવા મહિલા પોલિસ લઇ જવી ફરજીયાત છે. ત્યારે પાટડી તાલુકાની કુલ 192392ની વસ્તી સામેં માત્ર 3 જ મહિલા પોલિસ છે. જેમાં પાટડી, દસાડા અને માલવણ પોલિસ મથકમાં એક-એક મહિલા પોલિસ સ્ટાફ છે જ્યારે ઝીંઝુવાડા પોલિસ મથકમાં એક પણ મહિલા પોલિસ સ્ટાફ નથી.

* પાટડી પોલિસ સ્ટેશન
મહેકમ હાજર
પીએસઆઇ 1 1
એએસઆઇ-
હે.કોન્સ્ટેબલ 15 7
પો.કોન્સ્ટેબલ 38 17
મહિલ‍ા પોલિસ 2 1
_ _
કુલ 56 26

* દસાડા પોલિસ સ્ટેશન
મહેકમ હાજર
પીએસઆઇ 1 1
એએસઆઇ-
હે.કોન્સ્ટેબલ 16 9
પો.કોન્સ્ટેબલ 20 9
મહિલ‍ા પોલિસ 1 1
_ _
કુલ 38 20

* ઝીંઝુવાડા પોલિસ સ્ટેશન
મહેકમ હાજર
પીએસઆઇ 1 1
એએસઆઇ-
હે.કોન્સ્ટેબલ 12 12
પો.કોન્સ્ટેબલ 15 6
મહિલ‍ા પોલિસ 1 0
_ _
કુલ 29 19

* માલવણ પોલિસ સ્ટેશન
મહેકમ હાજર
પીએસઆઇ 1 1
એએસઆઇ-
હે.કોન્સ્ટેબલ 29 9
પો.કોન્સ્ટેબલ 49 4
મહિલ‍ા પોલિસ 1 1
_ _
કુલ 80 15