ડીસાઃ ડીસામાં માવઠાના માર વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે. EarthQuake-Deesa આમ લોકોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. લોકોએ હજી સવારના ઉઠીને દિવસના કામકાજનો પ્રારંભ જ કર્યો હતો ત્યાં સવારે આ આંચકો અનુભવાતા લોકો હતપ્રભ થઈ ગયા હતા. ભૂકંપના દરેક આંચકા સાથે લોકોના મગજ પર 2002માં આવેલા ભૂકંપના દ્રશ્યો તાદ્રશ્ય થઈ જાય છે. આજના આંચકા સાથે પણ લોકોનો જીવ તાળવે ચોટ્યો હતો.
ડીસામાં સવારે સાડા છ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. EarthQuake-Deesa આ આંચકાની રિક્ટર સ્કેલ પરની તીવ્રતા 3.6ની હતી. જો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ડીસાથી દસ કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું. જો કે રાહત લેવાલાયક વાત એ હતી કે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાના લીધે જાનમાલની નુકસાનની ઘટના બની નથી. જો કે અચાનક સવારના સમયે આવેલા આંચકાના લીધે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા.
આમ લોકો એકબાજુએ વાતાવરણમાં ફેરફાર આવવાના લીધે હેરાનગતિ ભોગવી રહ્યા છે. EarthQuake-Deesa તેમા પણ ખાસ કરીને ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે ત્યારે ભૂકંપના આંચકાએ ખેડૂતોને રીતસરના હલબલાવી નાખ્યા છે. હવામાન વિભાગે રાજ્યના ઉત્તર ભાગમાં વરસાદની આગાહી કરી છે. તેમા સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીનો સમાવેશ થાય છે. અહીં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આજના દિવસે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઓપરેશન કાવેરી-ગુજરાતી/ ઓપરેશન કાવેરી સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે જાણે સંજીવની બન્યું
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી-કોર્ટ સુનાવણી/ રાહુલ ગાંધીના કેસની આવતીકાલે થશે સુનાવણીઃ જસ્ટિસ હેમંત સુનાવણી કરશે
આ પણ વાંચોઃ પાક રાજકારણ/ શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસનો મત મેળવ્યો, ઇમરાન સ્તબ્ધ
