પાટણ/ મારુ અને મારા મિત્રનું અપહરણ થયું છે, અમને ખૂબ મારે છે અને રૂ. 10 લાખની માંગણી કરે છે ..

અમીતા અને ખુશ્બુ નામ ની સ્ત્રીઓ અને રાકેશ શર્મા નરસંગજી વિનુજી મુસ્તફા અને સાબિર અહીં હાજર છે અને તેઓએ અમારી પાસે રૂપિયા ૧૦ લાખની માગણી કરી છે. અને અમો બન્ને ને માર મારે છે

Top Stories Gujarat Others
jmngr 1 મારુ અને મારા મિત્રનું અપહરણ થયું છે, અમને ખૂબ મારે છે અને રૂ. 10 લાખની માંગણી કરે છે ..

પાટણ ખાતે બે યુવકોનું અપહરણ કરી ચાર દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. સિદ્ધપુર પોલીસ અને એલસીબી એ ગણતરીના કલાકોમાં ભેદ ખોલી સાત અપહરણકારોને ઝડપી પાડી કર્યા જેલને હવાલે કર્યા છે. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ નજીક આવેલ સાણંદના તેજલભાઈ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના ભાઈ અને તેના મિત્ર નું સાત જેટલા ઈસમોએ અપહરણ કરી છેલ્લા ચાર દિવસથી તેને ગોંધી રાખી દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

અપહરણ કર્તાએ તેજલભાઈ ઘનશ્યામભાઈ મિસ્ત્રીને તારીખ 4 ડીસેમ્બર ના રોજ ફોન કરીને એક લાખ રૂપિયાની સગવડ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સાંજે ફરી ફોન કરીને તેઓની i20 ગાડી એક વ્યક્તિ આવે તેને આપવા માટે જણાવવામાં આવ્યૂ હતું. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે ફોન આવેલ જેમાં તેમના અપહતભાઈ  સુરેશભાઈએ જણાવ્યું કે હું ફસાઈ ગયો છું અને મારુ ને મારા મિત્ર ભાવિન પંચાલ અમારા બંનેનું અપહરણ થયેલ છે અને સિદ્ધપુર ખાતે તાવડીયા રોડ ઉપર એક મકાનમાં અમો ને ચાર દિવસથી ગોંધી રાખ્યા છે. જ્યારે અમીતા અને ખુશ્બુ નામ ની સ્ત્રીઓ અને રાકેશ શર્મા નરસંગજી વિનુજી મુસ્તફા અને સાબિર અહીં હાજર છે અને તેઓએ અમારી પાસે રૂપિયા ૧૦ લાખની માગણી કરી છે. અને અમો બન્ને ને માર મારે છે

જ્યારે તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ દસેક વાગે આ ઈસમો દ્વારા ફોન કરી અને સુરેશભાઈ ના ફોન દ્વારા ઘનશ્યામભાઈ પાસે એટલે કે તેમના ભાઈ પાસે પૈસાની માગણી કરવા લાગેલ અને આ લોકોએ રૂપિયા લઇ ખરી ચોકડી ખાતે આવા જણાવેલ જ્યારે પૈસાની સગવડ ન હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેમના મિત્ર નિરવભાઈ દિનેશભાઈ પટેલ વિસનગર વાળા ને પૈસા લઈને મોકલવાની વાત જણાવી હતી.  તેઓએ ફોન કરી અને અલગ અલગ જગ્યા ઉપર પૈસા લેવા માટે બોલાવ્યા હતા.  પરંતુ અલગ અલગ જગ્યાએ આ ઈસમો ફેરવવા લાગ્યા હતા. અને પૈસા લેવા કોઈ આવ્યું ના હતું. આથી ઘનશ્યામભાઈ એ સિદ્ધપુર પોલીસ મથકે સાત ઈસમો જેમાં અમીતાબેન, ખુશ્બુ, રાકેશ શર્મા, વિનુજી, ઉજેફા અને સાબીર નામના 7 ઈસમો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુર પોલીસે અપહરણ ની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે આ ઘટનાની ગંભીરતાને લઇને સિધ્ધપુર પોલીસ અને પાટણ જિલ્લા એલ.સી.બી પોલીસ દ્વારા આ અંગે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.  પોલીસ એ અલગ અલગ ટીમો બનાવી સિદ્ધપુરના ખડી ચાર રસ્તા પાસે છટકું ગોઠવ્યુ હતું અને પૈસા લેવા આવનાર આરોપી રબારી મનીષભાઈ મહાદેવભાઇને એકટીવા સાથે ખળી ચાર રસ્તા પાસે આવી અને શક પડતા તે નીકળી ગયો હતો ત્યારે પોલીસની ટીમો તેનો પીછો કરી છાપી પાસ નજીક આવેલ એક હોટલ પાસેથી આ આરોપી રબારી મનીષભાઈ મહાદેવભાઇની એકટીવા સાથે ઝડપી પાડયો હતો અને આ પરંતુ ઘટનાનો ભોગ બનનાર સુરેશભાઈ મિસ્ત્રી અને ભાવિનભાઈ પંચાલની પાલનપુર પાસેથી અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી આરોપીઓને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બીજા આરોપીઓને સિધ્ધપુર પીઆઇ દ્વારા તેના ગામમાં થી ઝડપી પાડયા હતા અને ગણતરીના કલાકોમાં આપણ અને ખૂનની કોશિષનો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આરોપીઓના નામ

આશિષભાઈ વિજયભાઈ પંચાલ રહે, ગઠામણ દરવાજા, લુહાર વાસ, પાલનપુર

તલાજી પરબતજી ઠાકોર, રહે.વાસણા, તા. સિદ્ધપુર જિ. પાટણ,

મનીષભાઈ મહાદેવભાઇ રબારી, રહે. કુશકલ, પાલનપુર, જિ. બનાસકાંઠા

ખુશ્બુબેન મુકેશભાઈ ગુપ્તા રહે, હનુમાન ટેકરી, પાલનપુર

અમિતાબેન રાજુભાઈ પુરોહિત, રહે. આકેસન ફાટક બહાર, ગુરુ વંદના બંગ્લોઝ, પાલનપુર.

વસીમભાઈ નૂર મોહમ્મદ મેમણ, રહે. તાજ હોટલ ની પાછળ, છાપી જીલ્લો બનાસકાંઠા

ઉજેફા ઇબ્રાહીમભાઇ સીપરા, રહે. માહી, તા.વડગામ, જી.બનાસકાંઠા

આરોપીઓની માનસિક વિકૃતિ એટલી જ જોવા મળી કે અપહરણ કરાયેલ સુરેશભાઈ મિસ્ત્રી અને ભાવિનભાઈ પંચાલ બન્ને ને અપહરણ કારોએ તેની ચુંગાલમાં રાખી તેઓની સાથે એટલી હતી ટોર્ચર કર્યા હતા જેમાં અપહરણકારોએ સુરેશભાઈ મિસ્ત્રી અને ભાવિનભાઈ પંચાલને તેઓના ગુપ્તાંગના ભાગે લાકડાનો દંડો નવ ઇંચ જેટલો ગુસાડી દઈ તેઓની ઉપર અત્યાચાર કર્યો હતો તેમજ તેમના પ્રાઇવેટ પાર્ટસ ઉપર અત્યાચાર ગુજાર્યો હતો જેમાં તેઓના પ્રાઈવેટ પાર્ટસ ઉપર લાકડીના દંડા મારી તેમજ કાતર વડે ઇજાઓ પહોંચાડી હતી જેમાં આ અપહરણકારોની માનસિક વિકૃતિ છતી થતી જોવા મળી હતી.

આ અપહરણ કારોના ગેંગની મુખ્ય લીડર અમિતાબેન રાજુભાઇ પુરોહિત જે ની સામે અગાઉ બે વખત પ્રોહિબિશનના ગુના ઓ પણ નોંધાયેલા છે તેમજ આ અમિતા વ્યાજનો પણ ધંધો કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.

અપહરણકારોએ બંને યુવાનોને ચાર દિવસ તાવડીયા રોડ પર આવેલ એક મકાનમાં ગોધી રાખ્યા હતા જોકે પોલીસ તપાસમાં જણાવ્યા પ્રમાણે અમિતા નો મિત્ર માહી ગામ નો ઉજેફા છે તેનો મિત્ર વધના ગામનો તલાજી ઠાકોર તેની પાસે સિદ્ધપુરના તાવડીયા રોડ પર એક મકાન છે જે અંગે વાતચીત થયા બાદ આ અપહરણ કારોએ બન્ને યુવકોને 4 દિવસ માટે ત્યાં ગોંધી રાખી 10 લાખની માંગણી કરી હતી. જોકે પોલીસને ગંધ આવી ગઈ હોય એવું જણાતા અપહરણકારોએ બંને ઇસમોને પાલનપુરના આ કિશન ફાટક પાસે આવેલ એક મકાનમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી પોલીસે આ અપહરણકારોની ચુંગાલમાંથી બંનેને છોડાવ્યા હતા.

સેવા પરમો ધર્મ / જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ

Crime / MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ

પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા 

મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો