Tweet/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિવાદ, રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ સત્ય સરસ રીતે ઉજાગર થયું

ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. હવે આ અંગે વિવાદ શરૂ થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં ક્રિકેટના સ્ટેડિયમના નામ પર નિશાન સાધતા

Top Stories
rahul gandhi 1 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિવાદ, રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ સત્ય સરસ રીતે ઉજાગર થયું

ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. હવે આ અંગે વિવાદ શરૂ થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં ક્રિકેટના સ્ટેડિયમના નામ પર નિશાન સાધતા ‘હમ દો હમારે દો’ નો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રાહુલગાંધીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાનના નામ પરથી સ્ટેડિયમનું નામકરણ થયા બાદ આ સત્ય બહાર આવી ગયું છે, બંને છેડે કોર્પોરેટ ગૃહોના નામ અને ગૃહ પ્રધાન અમિત શાહનો પુત્ર ક્રિકેટ વહીવટમાં જોડાયો જેના કારણે સત્ય સરસ રીતે બહાર આવ્યું છે.

Corona Update / દેશના દ્વારે કોરોનાની બીજી લહેરની દસ્તક, નવા કેસ 16,900 જ્યારે રિકવરી માત્ર 12,000

રાહુલ ગાંધીએ ‘હમ દો હમારે દો’ના હેશટેગ સાથે ટ્વીટ કર્યું છે અને જણાવ્યું છે ‘કેવી રીતે સત્ય બહાર આવે છે’ . નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બંને છેડે કોર્પોરેટ ગૃહો અદાણી , રિલાયન્સ , જય શાહને ક્રિકેટના અધ્યક્ષ બનાવ્યા. ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી ગુજરાતના ક્રિકેટ સ્ટેડિયમના નામના વિવાદ વચ્ચે સરકારે બુધવારે કહ્યું હતું કે નામ બદલવામાં ફક્ત મોટેરા સ્ટેડિયમનો સમાવેશ થાય છે અને સમગ્ર સ્પોર્ટસ સંકુલ હજી પણ સરદાર પટેલના નામ પર છે.

OMG! / એક ટ્વીટ કરવુ એલોન મસ્કને પડ્યું ભારે, ગુમાવ્યા 1500 કરોડ ડોલર અને નંબર 1 નો તાજ

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યા બાદ સોશિયલ મીડિયા પર ટિપ્પણીનું પૂર આવી ગયું છે. આ ટિપ્પણીઓમાં કેટલાક કોંગ્રેસ નેતાઓ અને અન્ય વિરોધી પક્ષોની ટિપ્પણીઓ પણ શામેલ છે, જેમણે આક્ષેપ કર્યો હતો કે નામ બદલવાની કવાયત સરદાર પટેલની ‘અનાદર’ સમાન છે.

Political / ત્રણ શહેરોમાં મહિલા મેયર બનશે, પાર્લામેન્ટરી બોર્ડ કરશે નિર્ણય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…