MANTAVYA Vishesh/ કોણ છે ભવિષ્યવાણી કરનાર વેંગા, જેમની ભવિષ્યવાણીઓ પડી છે સાચી , 2024 ને લઈને શું કહ્યું બાબા વેંગાએ

આવનારું નવું વર્ષ 2024 કેવું રહેશે તેને લઈને વિશ્વના અલગ અલગ દેશો દ્વારા ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી છે.પરંતુ હાલમાં
બલ્ગેરિયાના બાબા વેંગાની ભવિષ્યવાણી ખૂબ ચર્ચામાં છે.વર્ષ 2024 માટે તેમણે શું કરી ભવિષ્યવાણી જુઓ આ વિસ્તૃત અહેવાલમાં…..

Mantavya Exclusive Mantavya Vishesh
WhatsApp Image 2023 12 28 at 8.15.34 PM કોણ છે ભવિષ્યવાણી કરનાર વેંગા, જેમની ભવિષ્યવાણીઓ પડી છે સાચી , 2024 ને લઈને શું કહ્યું બાબા વેંગાએ

આવનારું નવું વર્ષ 2024 કેવું રહેશે તેને લઈને વિશ્વના અલગ અલગ દેશો દ્વારા ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી છે.પરંતુ હાલમાં
બલ્ગેરિયાના બાબા વેંગાની ભવિષ્યવાણી ખૂબ ચર્ચામાં છે.કારણ કે ભૂતકાળમાં તેમણે જેટલી પણ ભવિષ્યવાણીઓ કરી હતી તેમાંથી મોટા ભાગની સાચી સાબિત થઈ છે.એટલે જ તેમની ભવિષ્યવાણીઓને સાચી અને સચોટ માનવામાં આવે છેઆપને જણાવી દઈએ કે તેમણે અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલાની પણ સચોટ આગાહી કરી હતી.જે સાચી સાબિત થઈ હતી. એટલું જ નહીં બાબા વેંગાએ ઈન્દિરા ગાંધીની હત્યાની પણ ભવિષ્યવાણી કરી હતી, જે પાછળથી સાચી પડી હતી.ત્યારે હવે વર્ષ 2024 માટે તેમણે કેટલીક
આગાહીઓ કરી છે.એ પહેલાં ચાલો જાણીએ કોણ છે બાબા વેંગા

કોણ છે બાબા વેંગા
બાબા વેંગાનો જન્મ બલ્ગેરિયાના સ્ટ્રુમિકામાં 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. બાબાનું પૂરું નામ વાંગલિયા પાંડેવા ગુશતરોવા હતું. જોકે લોકો તેમને પ્રેમથી બાબા વેંગાના નામથી બોલાવતા હતા અને પછીથી તેઓ આ જ નામથી ઓળખાવા લાગ્યા હતા. જન્મના થોડા સમય પછી તેમની માતાનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પિતાને શંકાસ્પદ જાસૂસ ગણીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. એ પછીથી બાબા વેંગાની સ્થિતિ બદલાઈ ગઈ. તેઓ સંપૂર્ણ રીતે તેમની આસપાસના લોકોની દયા અને સંવેદના પર જ નિર્ભર થઈ ગયા હતા. આસપાસના લોકો જ તેમની જમવાની વ્યવસ્થા કરવા લાગ્યા હતા.એક દિવસ બાબા વેંગાની સાથે એક રહસ્યમય ઘટના બની હતી. કોઈને આ ઘટના વિશે કંઈ જ ખ્યાલ નથી. જોકે બાબા વેંગાએ પોતાની ટેસ્ટિમનીમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, એક જોરદાર વાવાઝોડામાં ફસાયા પછી તેઓ કોઈ જગ્યાએ પડી ગયાં હતાં. લાંબી શોધખોળ પછી તેઓ મળ્યાં હતાં. તેમની આંખોમાં રેતી ભરાઈ ગઈ હતી અને બાબા વેંગાને ખૂબ જ દર્દ થઈ રહ્યું હતું. સમય પસાર થવાની સાથે ઈજા તો મટી ગઈ, પરંતુ તેમની આંખો જતી રહી હતી.બીજા વિશ્વ યુદ્ધમાં બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. વર્ષ 1996માં બાબા વેંગાનું બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયું હતું. ત્યાં સુધીમાં મોટા-મોટા રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો સુધીના ઘણા લોકો તેમના શિષ્ય રહ્યા હતા. બાબાને જાતે લખતા કે વાંચતા આવડતું નહોતું. તેઓ કહે અને લોકો લખ્યા કરતા હતા. આ રીતે બાબા વેંગાની ભવિષ્યવાણીઓનું કલેક્શન થયું હતું. તેની પર બુક્સ લખાઈ છે અને ફિલ્મો પણ બની છે. વેંગાની ભવિષ્યવાણીના કમ્પાઈલેશનમાં ‘Vanga. A Look at Russia’ નામના પુસ્તકને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. બાબા વેંગાએ પોતાના મૃત્યુ પહેલાં સોવિયત યુનિયનનું વિઘટન, 9/11 હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ચેર્નોબિલની દુર્ઘટના જેવી ભવિષ્યવાણી કરી હતી. તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ છે.બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. જેમાંથી કેટલીક ભવિષ્ય વાણી 2024 માટે પણ લાગુ પડે છે.

વર્ષ 2024 સંબંધિત બાબા વેંગાની ભવિષ્યવાણીઓ

2024માં થઈ શકે છે પુતિનની હત્યા
ધ મિરરના અહેવાલ મુજબ, 2024માં બાબા વાયેંગાની ભવિષ્યવાણી રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર હત્યાના પ્રયાસની વાત કરે છે. અગાઉ ક્રેમલિન પર યુક્રેન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બાબા વેંગાની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરી શકાય છે. ઓક્ટોબરમાં એવું બહાર આવ્યું હતું કે રશિયાની સિક્રેટ સર્વિસ તેની પોતાની રેન્કમાં કથિત ષડયંત્રની તપાસ કરી રહી છે. જોકે, ધમકીઓ વચ્ચે પુતિને આવતા વર્ષે ફરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

આપને જણાવી દઈએ કે વ્લાદિમીર પુતિન છેલ્લા 24 વર્ષથી જાહેર જીવનમાં છે. પુતિન, ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી, 1999 થી સતત રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 1999 થી 2000 અને 2008 થી 2012 એમ બે વખત વડાપ્રધાન પદે રહ્યા. તે જ સમયે, તેઓ પ્રથમ વખત 2000 થી 2008 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે 2012માં બીજી વખત આ પદ સંભાળ્યું હતું, ત્યારથી તેઓ સતત આ પદ સંભાળી રહ્યા છે. આ કાર્યકાળ દરમિયાન, એવા પાંચ પ્રસંગો બન્યા જ્યારે પુતિન સામે ઘાતક હુમલા કરવાના પ્રયાસો અથવા કાવતરાં ઘડવામાં આવ્યા. જો કે, આ પ્રયાસો દરેક વખતે નિષ્ફળ ગયા.

2022 – રશિયા
મે 2022 માં, યુક્રેનના સંરક્ષણ ગુપ્તચર વડા કિર્લોવ બુડાનોવે ખુલાસો કર્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં પુતિન પર ઘાતક હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નિષ્ફળ પ્રયાસ કાકેશસ (કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેનો પ્રદેશ) માં થયો હતો.
મેજર-જનરલ બુડાનોવે કહ્યું, ‘પુતિન પર હુમલો કરવામાં આવ્યો, જેમ કે તેણે જાણ કરી હતી. આ બિન-જાહેર માહિતી છે. એક સંપૂર્ણપણે નિષ્ફળ પ્રયાસ, પરંતુ તે ખરેખર થયું. બુડાનોવના જણાવ્યા મુજબ, આ રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી હતું.

2012 – રશિયા
રશિયન મીડિયાએ ફેબ્રુઆરી 2012 માં ચેચન લિંક્સ (દક્ષિણ રશિયામાં સ્થિત એક દેશ) સાથે પુતિનની હત્યાના કાવતરાની કબૂલાત કરતા બે માણસોનો એક વિડિઓ પ્રસારિત કર્યો. યુક્રેનના ઓડેસામાં જાન્યુઆરી 2012માં તેની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, બંને જણ ચેચન ઇસ્લામી નેતા ડોકુ ઉમારોવના આદેશ પર ગુનાહિત કાવતરું ઘડી રહ્યા હતા.

2003 – બ્રિટન
ઑક્ટોબર 2003માં, બ્રિટિશ ગુપ્તચર અધિકારીઓએ પુતિનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે પકડાયેલા આરોપીઓને પાંચ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.

આખરે તેને રશિયા પરત ફરવાની શરતે મુક્ત કરવામાં આવ્યો. દાવા મુજબ, આરોપીઓમાંનો એક ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર સેવા અધિકારી હતો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ લોકો કાવતરાના ત્રણ વર્ષ પહેલા બ્રિટન આવ્યા હતા. તેને આ કામ સોપારી મારનાર દ્વારા કરવા માટે કહેવામાં આવ્યું હતું.

2002 – રશિયા
નવેમ્બર 2002 માં, પુતિન પર હત્યાનો પ્રયાસ ફરીથી નિષ્ફળ કરવામાં આવ્યો કારણ કે રશિયન નેતા ક્રેમલિન નજીક મોટરવે પર પસાર થવાના હતા. એક જૂથે રોડ કિનારે 40 કિલો વિસ્ફોટક હોવાનો દાવો કર્યો હતો. પુતિનનો રૂટ બદલવામાં આવ્યો હતો પરંતુ તે પછી પણ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

2002 – અઝરબૈજાન
પુતિનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં 2002માં અઝરબૈજાનમાં એક ઈરાકી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં સત્તાવાર મુલાકાતે આવેલા પુતિન પર આ પ્રયાસ કરવાનો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિના કથિત રીતે અફઘાનિસ્તાન અને ચેચન્યાના લડવૈયાઓ સાથે જોડાણ હતું. તે એક સહ-ષડયંત્રકારને વિસ્ફોટકો પૂરો પાડવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે, સુરક્ષા દળો દ્વારા કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું હતું અને તે વ્યક્તિ અને તેના સાથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

યુરોપમાં આતંકવાદી હુમલા વધશે
બાબા વેંગાએ ખતરનાક હથિયારોને લગતી ભવિષ્યવાણીઓ પણ આપી છે. તેમની એક આગાહી અનુસાર, એક મોટો દેશ આવતા વર્ષે પરમાણુ પરીક્ષણ કરી શકે છે. આ સિવાય તેમણે યુરોપમાં આતંકવાદી ગતિવિધિઓ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુરોપમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ સતત વધી રહ્યા છે. યુકેની સુરક્ષા એજન્સીઓ અનુસાર, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદથી આતંકવાદી હુમલાનું જોખમ વધી ગયું છે.

યુરોપ પહેલાથી જ આતંકવાદીઓ માટે આસાન ટાર્ગેટ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં યુરોપમાં અનેક મોટા આતંકવાદી હુમલા થયા છે. આમાં સૌથી વધુ પીડિત દેશ ફ્રાન્સ રહ્યો છે. બ્રિટનમાં પણ મોટા પાયે આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે. શરણાર્થીઓ ઘણીવાર આતંકવાદી હુમલાઓમાં ભૂમિકા ભજવતા હોવાનું જાણવા મળે છે. આમાંના મોટાભાગના કટ્ટરવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે. યુરોપના અનેક દેશોની સરકારોએ યુરોપમાં વધી રહેલા આતંકવાદી હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કુદરતી આફત
બાબા વેંગાના મતે, 2024માં એક મોટો ફેરફાર થશે, જે સામાન્ય રીતે લાંબા સમય સુધી થાય છે. પરંતુ જો આ ઝડપથી થાય તો ભયંકર કુદરતી આફત આવી શકે છે.

આર્થીક કટોકટી
બાબા વેંગાના મતે વર્ષ 2024માં પણ મોટું આર્થિક સંકટ જોવા મળશે. જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે. તેમણે દાવો કર્યો હતો કે આ વધતા દેવાના સ્તર, ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક શક્તિના પશ્ચિમથી પૂર્વ તરફ પરિવર્તનને કારણે થશે.

સાયબર હુમલો
બાબા વેંગાએ પણ સાયબર હુમલામાં વધારો થવાની ચેતવણી આપી છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2024માં પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હેકર્સના નિશાના પર હશે. આ તેમની સલામતીને જોખમમાં મૂકશે.

તબીબી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ
બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં મેડિકલ ક્ષેત્રે ઘણી મહત્વપૂર્ણ શોધ થઈ શકે છે. અલ્ઝાઈમર અને કેન્સર જેવા રોગોની દવાઓ વિકસાવી શકાય છે.

2023માં, બાબા વેંગાની કેટલી સાચી પડી ભવિષ્યવાણીઓ

તેમણે ઘણા વર્ષો પહેલા કહ્યું હતું કે વર્ષ 2023 સ્વાભાવિક રીતે જ મોટી ઉથલપાથલનું વર્ષ હશે. આ વર્ષે રણમાં પણ અનેક શક્તિશાળી ભૂકંપ, કમોસમી વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાશે. તેણે સૌર વાવાઝોડાની પણ આગાહી કરી હતી, જેની અસર લદ્દાખના આકાશમાં જોવા મળી હતી. ભારતમાં મે મહિનામાં ચોમાસા જેવા વરસાદ અંગે બાબા વેંગાની આગાહીઓ પર પણ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં દાયકાઓ પછી જ્યારે મે મહિનામાં આટલો વરસાદ પડ્યો છે ત્યારે આવું બન્યું છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે.

બાબા વેંગાએ વર્ષ 2023માં સૌર સુનામીની આગાહી કરી હતી. થોડા દિવસ પહેલા જ તેની આગાહી સાચી સાબિત થઈ હતી. આ સમય દરમિયાન, વૈજ્ઞાનિકોએ સૂર્યમાં પૃથ્વી કરતાં 20 ગણો મોટો છિદ્ર શોધી કાઢ્યો હતો. તેમાંથી નીકળતા કિરણોત્સર્ગની અસર ભારતના લદ્દાખ સુધી જોવા મળી હતી. સૌર વાવાઝોડાના કારણે બનેલ અરોરા લદ્દાખના આકાશમાં દેખાઈ રહ્યું હતું. સામાન્ય રીતે ઓરોરા માત્ર ધ્રુવીય પ્રદેશોમાં જ જોવા મળે છે.

બાબા વેંગાએ 2023માં કમોસમી વરસાદની આગાહી કરી હતી. મે મહિનામાં પડેલા મુશળધાર વરસાદે તેમની આગાહી સાચી સાબિત કરી હતી. એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મે મહિનામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે, મે મહિનો ખૂબ જ ગરમ હોય છે, પરંતુ તાપમાનમાં ફેરફારને કારણે, લોકોએ દિવસ અને રાત્રિ દરમિયાન એર કંડિશનર ચલાવવાની, પંખા એકલા રાખવાની જરૂર નથી.

બાબા વેંગાએ વર્ષ 2023માં અનેક શક્તિશાળી ભૂકંપની આગાહી કરી હતી. આ વર્ષે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે પણ તેની આગાહીને સાચી સાબિત કરી છે. આ ભૂકંપમાં 50,000 થી વધુ લોકોના મોત થયા હતા અને લાખો લોકો બેઘર બન્યા હતા. સૌથી વધુ વિનાશ તુર્કીના ઉત્તર ભાગમાં જોવા મળ્યો હતો. સીરિયામાં આંતરરાષ્ટ્રીય મદદના અભાવે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.

બાબા વેંગાની મોટી ભવિષ્યવાણીઓ જે સાચી પડી

ઈન્દિરા ગાંધીની થશે હત્યા
બાબા વેંગાએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓ પણ કરી હતી.જે બાદમાં સાચી પડી હતી. ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારને મંજૂરી આપી હતી. ઓપરેશન બ્લુ સ્ટાર બાદ તે પોતાના જ અંગરક્ષકોના નિશાના પર હતી. 31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકોએ ગોળી મારી હતી. બાબા વેંગાએ 1969માં કહ્યું હતું કે, ‘યુનિફોર્મ તેમનો નાશ કરશે. હું ધુમાડા અને આગમાં નારંગી-પીળો ડ્રેસ જોઉં છું.’ જે દિવસે ઈન્દિરા ગાંધીને ગોળી વાગી હતી તે દિવસે તેમણે કેસરી રંગની સાડી પહેરી હતી.

11 સપ્ટેમ્બર, 2001, ન્યૂયોર્ક ટ્વીન ટાવર પર આતંકવાદી હુમલો થશે
બાબા વેંગાની આગાહી અનુસાર, અમેરિકન ભાઈઓ એટલે કે ટ્વીન ટાવર પર સ્ટીલના પક્ષીઓ એટલે કે બે હાઈજેક કરાયેલા પેસેન્જર પ્લેન દ્વારા હુમલો કરવામાં આવશે, જેમાં નિર્દોષ લોકોનું લોહી વહાવવામાં આવશે.જે બાદમાં સાચી પડી હતી

અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ આફ્રિકન-અમેરિકન હશે અને બરાક ઓબામા અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા.
બાબા વેંગાએ આગાહી કરી હતી કે અમેરિકાના 44મા પ્રમુખ આફ્રિકન અમેરિકન અને છેલ્લા રાષ્ટ્રપતિ હશે. બાબા વાંગાએ કહ્યું કે તેઓ એવા સમયે પદ છોડશે જ્યારે દેશ આર્થિક રીતે બરબાદ થઈ જશે, અને ઉત્તર અને દક્ષિણ રાજ્યો વચ્ચે એક મોટો વિભાજન થશે – જેમ કે અમેરિકન ગૃહ યુદ્ધ દરમિયાન થયું હતું.

ચીન બનશે મહાસત્તા
તેમણે કહ્યું કે ચીન 2018માં નવી મહાસત્તા બનશે, જેના કારણે અમેરિકા અને તેની અર્થવ્યવસ્થાનો અંત આવશે.જે બાદમાં સાચી પડી હતી

ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત
બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે પરમાણુ હુમલો પણ થઈ શકે છે, જે પૃથ્વી પર તબાહી મચાવી શકે છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધે લોકોને ડરાવ્યા છે. હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે.

આ સિવાય ઝાર બોરિસ III ના મૃત્યુની તારીખ, ચેકોસ્લોવાકિયાનું વિભાજન,લેબનોનમાં રમખાણો,નિકારાગુઆમાં યુદ્ધ,સાયપ્રસ વિવાદ વગેરે વિશે કરેલી ભવિષ્યવાણીઓસાચી પડી છે.

બાબા વેંગા સિવાય ભવિષ્યવાણી કરનાર મહાન વિભૂતિઓ
નોસ્ટ્રાડેમસ: (Nostradamus)
નોસ્ટ્રાડેમસ વિશ્વના મહાન ભવિષ્યવેત્તામાંથી એક છે. 14 ડિસેમ્બર, 1503 ના રોજ ફ્રાંસમાં જન્મેલા નોસ્ટ્રાડેમસના કેલેન્ડર મુજબ, આપણે ચંદ્રના બીજા મહાન ચક્રમાંથી જીવી રહ્યા છીએ, જે 1889 માં શરૂ થયું હતું અને 2243 માં સમાપ્ત થશે. સેંકડો વર્ષ પહેલા નોસ્ટ્રાડેમસે લેસ પ્રોફેસીસ નામના પુસ્તકમાં હજારો વાતો લખી હતી જે હવે એક પછી એક સાચી સાબિત થઈ રહી છે. 499 વર્ષ પહેલા કરેલી તેમની લગભગ 70 ટકા આગાહીઓ સાચી સાબિત થઈ છે. નોસ્ટ્રાડેમસના મતે 2012 થી 2025 વચ્ચે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. આમાં ભારત શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પ્રોફેસર ચીરો:(Professor cheiro)
કિરોનો જન્મ ઈંગ્લેન્ડમાં નવેમ્બર 1866માં થયો હતો. કિરો 17 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા અને પ્રખ્યાત જ્યોતિષી વેદ નારાયણ જોશીને મળ્યા પછી, તેમણે ત્રણ વર્ષ સુધી જ્યોતિષશાસ્ત્રનો વ્યાપક અભ્યાસ કર્યો. કિરોએ 1931માં ભારતની આઝાદી અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે દાયકાના અંતમાં વિશ્વ યુદ્ધ થશે. યુદ્ધ પછી ઈંગ્લેન્ડ ભારતને આઝાદ કરશે. હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સદીનો ભયંકર નરસંહાર થશે. અમેરિકા અને જાપાન વચ્ચેના યુદ્ધના ભયંકર અને વિનાશક પરિણામો આવશે.

બેજાન દારૂવાલા: (Bejan Daruwalla)
ભારતીય જ્યોતિષ બેજાન દારૂવાલાએ તેમની સચોટ ભવિષ્યવાણીને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. 11 જુલાઈ, 1931ના રોજ જન્મેલા બેજાન દારૂવાલાએ અંગ્રેજીમાં પીએચડી કર્યું હતું. તેમણે અમદાવાદમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. પારસી હોવા છતાં, તેઓ વૈદિક જ્યોતિષ, ટેરોટ વાંચન, હસ્તરેખાશાસ્ત્ર અને પશ્ચિમી જ્યોતિષશાસ્ત્રમાં નિપુણતા ધરાવતા હતા. દિવંગત ભૂતપૂર્વ વડા પ્રધાનો અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીની દારુવાલાની જીતની આગાહીઓ એકદમ સચોટ સાબિત થઈ. આ સિવાય કારગિલ યુદ્ધ, ગુજરાતનો ભૂકંપ, સંજય ગાંધીનું મૃત્યુ, ઈન્દિરા ગાંધીની હત્યા અને 2011ના વર્લ્ડકપ અંગેની તેમની ભવિષ્યવાણીઓ પણ એકદમ સાચી સાબિત થઈ હતી.

જીન ડિક્સન:(jean dixon)
અમેરિકન પ્રોફેટ જીન ડિક્સન તેમની ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત છે. જીને તેની પ્રથમ આગાહી ત્યારે કરી હતી જ્યારે તે માત્ર છ વર્ષનો હતો. તેણે કહ્યું કે પિતા તેને સફેદ કૂતરો લાવશે. જ્યારે પિતા હજાર માઈલ દૂરથી ઘરે પાછા ફર્યા ત્યારે ખરેખર એક સફેદ કૂતરો તેમની સાથે હતો. જો કે, જીન ડિક્સનની આંતરદૃષ્ટિએ 1664 પછી મહત્વ પ્રાપ્ત કર્યું. તેમણે તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને તેમની ઓફિસમાં જઈને તેમના મૃત્યુ વિશે જાણ કરી હતી. ભવિષ્યવાણીઓ વિશે, પુસ્તકોમાં ઉલ્લેખ છે કે ડિક્સને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના વડા પ્રધાન બનવાની મૃત્યુની ભવિષ્યવાણી ઘણા સમય પહેલા કરી હતી.

જુલ્સ વર્ન:(Jules Verne)
જુલ્સ વર્ન માત્ર એક પ્રબોધક જ નહિ પણ પ્રખ્યાત લેખક પણ હતા. તેમણે વૈશ્વિક રાજકારણ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી પડી હતી. તેમણે મોટાભાગની આગાહીઓ વિજ્ઞાનના સંદર્ભમાં કરી હતી. ખાસ કરીને ગંભીર પર્યાવરણીય પ્રદૂષણ, વિશ્વમાં નવા રોગોનો ફેલાવો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, બાંગ્લાદેશની રચના વગેરેથી પીડાતા શહેરી વિસ્તારો વિશેની તેમની આગાહીઓ સાચી સાબિત થઈ છે.