#TokyoOlympic2021/ ઓલિમ્પિકનાં ઈતિહાસમાં પ્રથમ વખત થયુ આવુ, ભારતની પુુરુષ અને મહિલા ટીમોએ…

ઓલિમ્પિકનાં ઈતિહાસમાં પ્રથમ વખત બંને ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે. હવે તે લગભગ નિશ્ચિત લાગે છે કે ટૂંક સમયમાં ભારતનાં બેગમાં કેટલાક વધુ મેડલ આવવાના છે.

Mantavya Exclusive
11 41 ઓલિમ્પિકનાં ઈતિહાસમાં પ્રથમ વખત થયુ આવુ, ભારતની પુુરુષ અને મહિલા ટીમોએ...

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાની ટીમને ધૂળ ચટાવી દીધી છે. ટીમે સોમવારે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ત્રણ વખતની સુવર્ણ ચંદ્રક વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલાઓ પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચવામાં સફળ રહી છે. વળી બીજી તરફ ભારતીય પુરુષ હોકી ટીમ પણ આ વખતે ફોર્મમાં દેખાઇ રહી છે, જે પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા હવે સેમિફાઇલનમાં પહોંચી ગઇ છે. આમ આ પહેલીવાર બન્યુ છે કે બન્ને ટીમ પુરુષ અને મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં સેમિફાઇનલ સુધી પહોંચી ગઇ છે.

11 42 ઓલિમ્પિકનાં ઈતિહાસમાં પ્રથમ વખત થયુ આવુ, ભારતની પુુરુષ અને મહિલા ટીમોએ...

આ પણ વાંચો – IND vs ENG / ટ્રેન્ટ બ્રિજની પિચનો ફોટો સામે આવ્યા બાદ Team India ની વધી ચિંતા

ભારતીય મહિલા ટીમ તેની ત્રીજી ઓલિમ્પિકમાં રમી રહી છે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે મહિલા હોકી ટીમે આવું પરાક્રમ કર્યું હોય. આ પહેલા ઘણીવાર એવું બન્યું છે કે, આપણી હોકી ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય પણ ન થઈ શકી. આ વખતે ટીમ માત્ર ક્વોલિફાય જ નહીં અને આજે ટીમ તે બિંદુ પર ઉભી છે, જ્યાંથી તે મેડલથી માત્ર એક ડગલું દૂર છે. વધુ એક મેચ જીતીને ટીમનું મેડલ કન્ફર્મ થઈ જશે. અત્યાર સુધી ભારતે આ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. ભારતીય પુરુષ ટીમ પણ સેમીફાઇનલમાં પહોંચી છે. ઓલિમ્પિકનાં ઈતિહાસમાં પ્રથમ વખત બંને ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે. હવે તે લગભગ નિશ્ચિત લાગે છે કે ટૂંક સમયમાં ભારતનાં બેગમાં કેટલાક વધુ મેડલ આવવાના છે. ભારતની મહિલા હોકી ટીમે ઈતિહાસ રચીને આપણનેે ગર્વ કરવાની તક આપી છે. તેમણે સોમવારે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે મહિલા ટીમ પ્રથમ વખત સિમીફાઇનલમાં પહોંચી છે.

11 43 ઓલિમ્પિકનાં ઈતિહાસમાં પ્રથમ વખત થયુ આવુ, ભારતની પુુરુષ અને મહિલા ટીમોએ...

આ પણ વાંચો – હોકીમાં ચક દે ઇન્ડિયા! / ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો

ઓઇ હોકી સ્ટેડિયમ નોર્થ પિચ-2 ખાતે રમાયેલી આ ઐતિહાસિક મેચમાં ગુરજીત કૌરે મેચનો એકમાત્ર ગોલ 22 મી મિનિટે હાકેરુજ તરીકે જાણીતી ઓસ્ટ્રેલિયન ટીમ સામે કર્યો હતો. ગોલ પેનલ્ટી કોર્નર પર થયો હતો. તમામ અટકળોને થાળે પાડી, વિશ્વની નવમી ક્રમાંકિત ભારતીય ટીમે વિશ્વની નંબર-2 ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત તેની ત્રીજી ઓલિમ્પિકમાં રમી રહ્યું છે. મોસ્કો (1980) નાં 36 વર્ષ બાદ તેણે રિયો ઓલિમ્પિક (2016) માટે ક્વોલિફાય કર્યું હતું. મોસ્કો ઓલિમ્પિકમાં મહિલા હોકી ટૂર્નામેન્ટ 25 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 જુલાઈ સુધી ચાલી હતી. તેમાં માત્ર છ ટીમોએ ભાગ લીધો હતો. પૂલ તબક્કાનાં સમાપન વખતે ઝિમ્બાબ્વેએ પૂલની ટોચ પર ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચેકોસ્લોવાકિયા અને સોવિયત સંઘે અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે પૂલમાં પાંચમાંથી બે મેચ જીતી હતી. તેમની એક મેચ ડ્રો રહી હતી જ્યારે તેઓ બે મેચમાં હારી ગયા હતા. ભારત પાંચ પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. ત્યારબાદ ભારત 2016 રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયું હતું પરંતુ તે 12-ટીમ ટૂર્નામેન્ટમાં છેલ્લા સ્થાન પર રહી હતી. પૂલ સ્તરે ભારતને પાંચ મેચમાં માત્ર એક ડ્રો મળ્યો હતો.

આ પણ વાંચો – નિવેદન / શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું,બીસીસીઆઇ પર સાધ્યું નિશાન

ઉલ્લેખનીય છે કે, રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ભારતીય મહિલા ટીમની જીત પર ટીમને અભિનંદન પાઠવ્યા છે. અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને લખ્યું કે, શાનદાર પ્રદર્શન, મહિલા હોકી ટીમે દરેક મૂવ સાથે ઇતિહાસ રચ્યો છે. આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ ભારતીયો હાલમાં મહિલા હોકી ટીમની પાછળ છે. ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ મહિલા હોકી ટીમને જીત પર અભિનંદન પાઠવ્યા છે. યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં અપ્રતિમ પ્રદર્શન કરીને પ્રથમ વખત ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે. સમગ્ર દેશને ગૌરવ અપાવનાર આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી સફળતાનો આ ક્રમ સતત ચાલુ રહે.