ખલનાયક/ અમેરિકાના સૌથી વિવાદાસ્પદ પ્રમુખના ત્યાં પડેલ દરોડામાં મળેલ દસ્તાવેજોથી ઉડી ફ્રાંસ સરકારની ઊંઘ

અમેરિકા વિશ્વની સુસંગત અર્થવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વ સાથે સરખામણી કરતું અમેરિકા વારંવાર એ વાતને ભૂલી જાય છે કે જે ઘટનાઓ અમેરિકામાં આકાર લે છે

Mantavya Exclusive
અમેરિકા
  • ડોનાલ્ડ ટ્રમ્પ પર જરૂરી દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્ઝમાં જમા ન કરાવ્યાનો આરોપ
  • ફ્લોરિડાના ઘરે BFIએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું
  • સૂત્રો મુજબ, ઘરમાંથી 15 બૉક્સ ભરીને દસ્તાવેજો મળ્યા
  • દરોડા સમયે ટ્રમ્પ ન્યૂયૉર્ક સ્થિત ટ્રમ્પ ટાવરમાં હાજર
  • દેશ માટે કાળો સમય: ટ્રમ્પ
  • યુએસ ટોપ સિક્રેટ ઓપરેશન્સને લગતા દસ્તાવેજો પણ પુનઃપ્રાપ્ત
  • ટ્રમ્પના ઘરમાંથી પરમાણુ દસ્તાવેજો મળી આવ્યા

દરોડા.. આ શબ્દ જ કેટલો જોખમી છે. જેના ઘરે પડે તેને રડાવી દે.., અમેરિકા વિશ્વની સુસંગત અર્થવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વ સાથે સરખામણી કરતું અમેરિકા વારંવાર એ વાતને ભૂલી જાય છે કે જે ઘટનાઓ અમેરિકામાં આકાર લે છે તેની સમગ્ર વિશ્વ નોંધ લે છે. ત્યારે મહાસત્તા ગણાતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિના ઘરે દરોડા પડે એ કેટલી મોટી વાત કહેવાય. ત્યારે આ દરોડાએ તેની પ્રતિષ્ઠા અને આગામી ચૂંટણીના પ્લાનને હચમચાવી નાખ્યા છે.. હવે જોવાનું રહેશે કે ટ્રમ્પ આ કેસમાં ક્લિનચીટ કઈ રીતે મેળવશે….

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે, વ્હાઈટ હાઉસ છોડતી વખતે ટ્રમ્પ અનેક સત્તાવાર દસ્તાવેજો પોતાની સાથે લઈ આવ્યા હતા જેમાંથી મોટા ભાગના દસ્તાવેજો સરકારી હતા. અહેવાલ પ્રમાણે FBIના અનેક એજન્ટસે ટ્રમ્પના ઘરને ઘેરી લીધુ છે અને તેમના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું . આ સમગ્ર મુદ્દે મોટો ખુલાસો થયો છે. FBI એજન્ટોને અન્ય દેશોની સૈન્ય અને પરમાણુ ક્ષમતાઓ સંબંધિત દસ્તાવેજો મળ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FBI એજન્ટોને અહીંથી અમેરિકાના ટોપ સિક્રેટ ઓપરેશન્સ સંબંધિત દસ્તાવેજો પણ મળ્યા છે. વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને પણ આ દસ્તાવેજો વિશે જાણ ન હતી. ફક્ત રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના કેટલાક નજીકના મિત્રો જ આ વિશેષ-એક્સેસ પ્રોગ્રામ વિશે જાણતા હતા. તેમને સંપૂર્ણ સલામતી સાથે બંધ દરવાજા પાછળ રાખવામાં આવ્યા હતા. અધિકારીઓને તેમના સુધી પહોંચવા માટે વિશેષ મંજૂરી પણ આપવામાં આવી હતી.

9 ઓગસ્ટના રોજ, FBIએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વૈભવી પામ હાઉસ અને માર-એ-લિગો રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. અહીં દરેક ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

અ 29 1 અમેરિકાના સૌથી વિવાદાસ્પદ પ્રમુખના ત્યાં પડેલ દરોડામાં મળેલ દસ્તાવેજોથી ઉડી ફ્રાંસ સરકારની ઊંઘ

ટ્રમ્પના બે નજીકના મિત્રોએ જણાવ્યું કે આ દરોડા કોઈપણ સૂચના વિના કરવામાં આવ્યા હતા. એજન્ટોએ દરોડો પાડ્યો ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા. એવું માનવામાં આવે છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી ટ્રમ્પ દરોડાને પ્રભાવિત કરી શકે અને તેને રાજકીય મુદ્દો બનાવી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ દરોડાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે ડેમોક્રેટ્સની આ સમગ્ર કવાયત તેમને ચૂંટણી લડતા રોકવા માટે છે.

રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવેદનમાં તેમના ઘર પર એફબીઆઈના દરોડા માટે ડાબેરી ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દરોડા તેમના વતી કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે લેફ્ટ ડેમોક્રેટ્સના નેતાઓ ઈચ્છતા ન હતા કે તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડે. તેમણે કહ્યું કે આ નેતાઓ કોઈપણ રીતે રિપબ્લિકન નેતાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે “ન્યાયપ્રણાલીના શસ્ત્રીકરણ થકી તેમને ચૂંટણી લડતાં અટકાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ પ્રકારના હુમલા માત્ર ત્રીજા-વિશ્વના દેશોમાં જ થઈ શકે. દુ:ખની વાત છે કે અમેરિકા તેમાંનો એક બની ગયો છે.”

ટ્રમ્પે કહ્યું, આપણા દેશ માટે આ કાળો સમય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું પહેલા ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓનો સાથ હોવા છતાં આી રીતે દરોડા પાડવામાં આવ્યા. ન્યાય પ્રણાલીનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા બરાબર કહી શકાય

સીબીએસ ન્યૂઝે જણાવ્યું છે કે માર-એ-લેગો ખાતે એફબીઆઈનો દરોડો અમેરિકાની સરકારી એજન્સી, અમેરિકાના નેશનલ આર્કાઈવ્ઝ રેકોર્ડની જાળવણીની તપાસ સાથે જોડાયેલો છે. આ એજન્સી પાસે રાષ્ટ્રપતિ પાસેથી રેકોર્ડ સુરક્ષિત રાખવાની જવાબદારી છે. આરોપ છે કે ગયા વર્ષે જ્યારે ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડ્યા ત્યારે તેઓ પોતાની સાથે ઘણા દસ્તાવેજો લઈ ગયા હતા. આ દસ્તાવેજો અનેક મોટા બોક્સમાં માર-એ-લિગોમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારથી અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પ અને તેમના નજીકના સહયોગીઓ પર નજર રાખી રહી હતી.

અ 29 અમેરિકાના સૌથી વિવાદાસ્પદ પ્રમુખના ત્યાં પડેલ દરોડામાં મળેલ દસ્તાવેજોથી ઉડી ફ્રાંસ સરકારની ઊંઘ

આ વર્ષની શરૂઆતમાં, માર-એ-લિગો એસ્ટેટ નજીકથી ગોપનીય દસ્તાવેજોથી ભરેલા 15 બોક્સ મળી આવ્યા હતા. આ સંબંધમાં ચાલી રહેલી તપાસ હવે વેગ પકડી છે. જેમાં પત્રો, ફાઇલો અને કેટલીક ક્લાસિફાઇડ માહિતીનો પણ સમાવેશ થાય છે.

થોડા મહિનાઓ પહેલા, ટ્રમ્પ પર ઓફિસમાં હતા ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડવાનો અને ફ્લશ કરવાનો આરોપ લાગ્યો હતો. ટ્રમ્પે એટલા બધા પેપર ફ્લશ કર્યા કે તેના કારણે વ્હાઇટ હાઉસનું ટોઇલેટ ગૂંગળાયુ. નેશનલ આર્કાઈવ ઈચ્છે છે કે પૂર્વ રાષ્ટ્રપતિની પેપર ફાડવાની ટેવની અન્ય બાબતોની સાથે તપાસ કરવામાં આવે.

ન્યૂયોર્ક ટાઈમ્સની પત્રકાર મેગી હેબરમેને પોતાના પુસ્તક ‘કોન્ફિડન્સ મેન’માં આ બાબતની માહિતી આપી હતી. પુસ્તક અનુસાર, વ્હાઇટ હાઉસના સ્ટાફે જોયું કે કાગળના કારણે ટોઇલેટ ભરાયેલું હતું. જે પછી એવું માનવામાં આવે છે કે ટ્રમ્પે દસ્તાવેજો ફ્લશ કર્યા છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સના પત્રકાર મૅગી હબેર્મનના આવનારા પુસ્તક ‘કૉન્ફિડન્સ મૅન’માં લખવામાં આવ્યું છે કે વ્હાઇટ હાઉસના સ્ટાફને ક્યારેક-ક્યારેક શૌચાલયમાં કાગળો મળતા હતા અને આ પ્રકારે કાગળ ભરાઈ જતા વારંવાર પાઇપ બ્લૉક થઈ જતી હતી. એવું માનવામાં આવે છે કે આ કાગળોને ટ્રમ્પ જ ફ્લશ કરતા હતા.

હબેર્મન પાસે તસવીરો પણ છે, જેમાં એક શૌચાલયમાં નષ્ટ કરાયેલા દસ્તાવેજો છે. વ્હાઇટ હાઉસના સીનિયર અધિકારીઓએ સીબીએસને કહ્યું કે ટ્રમ્પના ઘરે પાડવામાં આવેલા દરોડા અંગે કોઈ નોટિસ આપવામાં આવી નથી.

આ મુદ્દા પર સાર્વજનિક રીતે બોલવાની સત્તા ન ધરાવતા વ્હાઇટ હાઉસના સીનિયર અધિકારીએ કહ્યું કે વ્હાઇટ હાઉસને આ અંગે પહેલેથી કોઈ જાણકારી ન હતી. વ્હાઇટ હાઉસે કહ્યું કે કાયદા વિભાગ સાથે મર્યાદિત વાતચીત થઈ છે.

જો બાઇડને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના કૅમ્પેઇનમાં કહ્યું હતું કે તેઓ કાયદા વિભાગની કાર્યવાહીથી અંતર જાળવશે. ટૅક્સ ચોરી મામલે તેમના પુત્ર હંટર બાઇડનને ફેડરલ એજન્સી દોષી ઠેરવે છે કે કેમ એની પણ ચર્ચા છે.

અમેરિકાની હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની એક સિલેક્ટ કમિટીએ આરોપ લગાવ્યો છે કે છ જાન્યુઆરી 2021ના રોજ યુ. એસ. કૅપિટોલમાં ટ્રમ્પ સમર્થકોએ ત્યારે રમખાણો શરૂ કર્યાં જ્યારે બાઇડન ચૂંટણી જીતી રહ્યા હતા.

આ કમિટીએ કહ્યું છે કે ટ્રમ્પ સમર્થકોએ આવું એટલા માટે કર્યું કારણ કે ટ્રમ્પ પાસે સત્તા રહે. આ કમિટીના સાસંદોએ કહ્યું છે કે આ વાતનો પૂરતા પુરાવા છે કે ટ્રમ્પ પર કૉંગ્રેસની કાર્યવાહીને ખલેલ પહોંચાડવાનો કેસ ચલાવી શકાય તેમ છે.

કમિટીના સાંસદોએ કહ્યું છે કે ટ્રમ્પ પર છેતરપિંડીના પ્રયાસનો પણ કેસ ચલાવી શકાય છે. તેમણે પુરાવાઓ નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પેહેલાંથી કહી ચૂક્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે કેસ મામલે તપાસ કરી રહ્યું છે. પહેલો કેસ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને ઉલટાવી દેવાના પ્રયાસના સંબંધમાં અને બીજો કેસ દસ્તાવેજોના હેન્ડલિંગના સંબંધમાં. એપ્રિલ-મેમાં પણ આ મામલે તપાસ એજન્સીએ ફ્લોરિડામાં ટ્રમ્પના નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી.

ગયા મહિને ઍટર્ની જનરલ મિક ગારલેન્ડને એનબીસી ન્યૂઝે પૂછ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિને શું ચિંતા છે? જવાબમાં તેમણે કહ્યું, “તેમને હેતુ દરેકને જવાબદાર બનાવવાનો છે.”

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા સાથે જોડાયેલો નવો ડ્રામા સામે આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું નામ પણ આ મામલે જોડાયું છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પનો દાવો છે કે તેમના બંગલામાંથી તપાસ એજન્સીએ જે ખાનગી દસ્તાવેજો જપ્ત કર્યા છે તેમાં મેક્રોનના અંગત જીવનથી જોડાયેલી તસવીરો તેમજ જાણકારીઓ પણ સામેલ છે.

વાસ્તવમાં, ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે મેક્રોનના અંગત જીવનની જાણકારી ગુપ્તચર એજન્સી મારફતે હાંસલ કરી હતી. દાવો છે કે ગત મહિને એફબીઆઇને તેની સાથે જોડાયેલી ફાઇલો ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત માર-એ-લાગો બંગલામાં રેડ દરમિયાન મળી હતી. તેમાંથી એક ફાઇલ એ પણ છે જેના પર ‘ઇન્ફો રી:પ્રેસિડેન્ટ ઑફ ફ્રાન્સ’નું લેબલ લાગેલું છે.

ટ્રમ્પના દાવા અનુસાર આ તે જ ફાઇલો છે જેમાં મેક્રોનના અંગત જીવનની એકાંત પળોથી જોડાયેલી જાણકારી છે. રિપોર્ટ અનુસાર મેક્રોનની ફાઇલોનો રિપોર્ટ આવતા જ ફ્રાન્સની ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઇ ચૂકી છે અને ગમે તેમ કરીને તે જાણકારી પાછી મેળવવા માટે સક્રિય થઇ છે.

ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સુમેળભર્યા સંબંધો હતા. બંને અનેકવાર મંચ પર હસ્તધનૂન કરતા જોવા મળ્યા હતા. પરંતુ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મેક્રોને અમેરિકન નીતિઓની ટીકા કરી હતી ત્યારબાદથી બંને વચ્ચે સંબંધોમાં કડવાશ આવી હતી. એક વર્ષ બાદ નાટો એલાયંસને બ્રેન ડેડ કહેવા પર ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિને ખૂબ જ ખરાબ વ્યક્તિ ગણાવી હતી.

આ પણ વાંચો:ભાદરવી પૂનમ મેળો-અંબાજી: CRDFના સહકારથી વધી શ્રદ્ધાળુઓની સુવિધા, ડિજીટલ ગુજરાતનો ડંકો

આ પણ વાંચો: સુરતમાં બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી ટુંકાવ્યું જીવન, જાણો કેમ ભર્યું આ પગલું

આ પણ વાંચો:મોહાલી ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેન્ડનું નામ આ બે દિગ્ગજોના નામ પર રાખવામાં આવશે