- ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન
- 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનો પ્રારંભ
- રાજ્યમાં 764 પક્ષી નિદાન કેન્દ્રો કાર્યરત
- 546 તબીબો માનદસેવામાં વ્યસ્ત
- 6 હજાર સ્વયંસેવકો જીવદયા માટે તૈયાર
રાજ્યમાં ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. આ એક એવો તહેવાર છે કે જે લોકોને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને ગુજરાતવાસીઓની વાત કરીએ તો આ તહેવારની લોકો ડિસેમ્બરથી જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. પરંતુ આ તહેવારની એક ખરાબ સાઇડ કહીએ તો તે મુંગા પક્ષીઓનો ભોગ આ દિવસે મોટી સંખ્યામાં લેવાય છે. આકાશમાં ઉડતા પતંગની સાથે જે દોરી હોય છે તે ઘણીવાર પક્ષીઓને ગંભીર ઇજા પહોંચાડતી હોય છે જેના કારણે પક્ષીઓ પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.
આ પણ વાંચો – ઉદ્વઘાટન / આજે PM મોદી પુડુચેરીમાં 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે,તમિલનાડુને મળશે નવી 11 મેડિકલ કોલેજ
આપને જણાવી દઇએ કે, ઉતરાયણનાં પર્વે પક્ષીઓનો જીવ ન જાય તે માટે એક ખાસ મુહીમ ચલાવવામાં આવી રહી છે. આ તહેવારમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના માટે રાજ્યભરમાં 764 પક્ષી નિદાન કેન્દ્રો કાર્યરત છે. 546 જેટલા તબીબો આ માનદસેવામાં વ્યસ્ત જોવા મળશે, વળી 6 હજાર જેવા સ્વયંમેવકો જીવદયા માટે તૈયાર છે. આ પક્ષી બચાવ હેતુ કરૂણા અભિયાન રાજ્યભરમાં 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી-2022 સુધી કાર્યરત રહેશે. આ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોને જણાવ્યું કે, આપણુ ગુજરાત ઉત્સવ પ્રિય રાજ્ય તરીકે જાણીતુ છે, આપણા તહેવારો, આપણી પરમ્પરાઓ જગ વિખ્યાત છે. ઉતરાયણ હોય કે નવરાત્રિ, સાસ્કૃતિક મેળા હોય કે ધાર્મિક રિવાજો આપણા રાજ્યની આ આગવી ઓળખ છે. CM એ વધુ માં કહ્યુ કે, આ વર્ષે આપણે ઉતરાયણનું પર્વ કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત રહીને મનાવવાનાં છીએ, સાથે સાથે પશુ-પંખીઓનું જતન કરવાનું છે. ઉતરાયણનાં પર્વે રાજ્યભરમાં પક્ષીઓ માટે જીવદયાની નેમ્સ સાકાર કરતુ કરૂણા અભિયાન ચાલે છે. જીવો-જીવવા દો-જીવાડવાની સંવેદના આપણે આ અભિયાનમાં જોડી છે. પતંગની મજા પક્ષીઓ માટે સજા ન બને તેનુ પણ CM એ ખાસ ધ્યાન રાખવા નાગરિકોને જણાવ્યુ છે. વળી પશુ- પક્ષી આ તહેવારનાં દિવસોમાં ઇજાગ્રસ્ત થાય છે ત્યારે તેના નિદાન માટે સરકારે હેલ્પલાઇન નંબરની પણ ખાસ સુવિધા કરી છે. જીવો, જીવવા દો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીનાં માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વ્હોટ્સઅપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે. હેલ્પલાઇન નંબર – 8320002000 વળી આ જ નંબર પર તમે વ્હોટ્સઅપ ‘Karuna’ મેસેજ ટાઇપ કરીને અથવા વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર ક્લિંક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકશો.
આ પણ વાંચો – સુરત / ઉતરાયણ પહેલા વેપારીઓને પડી કોરોનાની માર, ખરીદીમાં આવ્યો અંદાજે 25 ટકા ઘટાડો
આપને જણાવી દઇએ કે, આ અભિયાનનાં દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. એટલું જ નહિ, પશુપાલન વિભાગનાં હેલ્પ લાઇન નંબર1962 ઉપર ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે 50 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર-સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઈજાગ્રસ્ત ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે.