સુરતઃ સુરતમાં ગુનાખોરી માઝા મૂકી રહી છે. મોબાઇલ શોપના માલિકની ધોળા દિવસે હત્યા થઈ છે. આખી હત્યા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. ગોડાદરામાં રહેતા દરગારામ ચૌધરીની હત્યા કરવામાં આવી છે.
અજાણ્યા શખ્સો વેપારી પર હુમલો કરીને ફરાર થઈ ગયા છે. પેપારી પીઠમાં લાગેલા ચપ્પુ સાથે ઘરે પહોંચ્યો હતો. તે સમયે સ્થાનિકોએ વેપારીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન વેપારીનું મોત થયું હતું. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે.
સુરતમાં આ પ્રકારે ધોળા દિવસે થયેલી હત્યાના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. આ રીતે સરેઆમ અને જાહેરમાં વેપારીની હત્યા થઈ તેના પગલે સમગ્ર વિસ્તાર ચોંકી ઉઠ્યો છે. પોલીસને આ કેસમાં પૂછપરછ શરૂ કરી છે અને જણાવ્યું છે કે હત્યાનો ભોગ બનેલા વેપારીની કોલ ડિટેલ પણ ચકાસવામાં આવી રહી છે. તેની સાથે પોલીસે તે વિસ્તારના બાતમીદારોની ટુકડી પણ સક્રિય કરી દીધી છે. પોલીસ નજીકના સગાઓની પણ પૂછપરછ કરી રહી છે.
આ સિવાય વેપારીને કોઈની સાથે ધંધાકીય અદાવત છે કે નાણાકીય લેતીદેતીમાં આ હત્યા થઈ છે તે પાસુ પણ પોલીસ જોઈ રહી છે. પોલીસનું કહેવું છે કે આગામી સમયમાં પણ તે કડીઓ જોડવાનું શરૂ કરશે અને તેને ટૂંક સમયમાં જ આ દિશામાં વિશ્વસનીય માહિતી મળશે તેમ જણાવ્યું હતું. જો કે મહત્વની કાર્યવાહી તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ શરૂ થશે. હાલમાં મૃતકના સગાની અને તેની નજીકના વેપારીઓની પૂછપરછ ચાલુ છે.
આ પણ વાંચોઃ GUJARAT ACCIDENT/ મોતનો મંગળવારઃ ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા દસના મોત
આ પણ વાંચોઃ Rocket Attacks/ જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય તો દરેક બંધકને મોતનો સામનો કરવો પડશે, હમાસે ઈઝરાયેલને હવાઈ હુમલા પર ધમકી આપી
આ પણ વાંચોઃ Cricket In Olympics/ ઓલિમ્પિકમાં ક્રિકેટનો 128 વર્ષ બાદ સમાવેશ થશે! ICCની 2 વર્ષની મહેનત લાવી રંગ
